Pages

Search This Website

Friday 17 March 2017

દહીંવડા

1.       1 કપ ચોળાની દાળ
2.       1 કપ અડદની દાળ
3.       1/4 કપ મગની દાળ
4.       તેલ પ્રમાણસર
5.       1 લિટર દહીં
6.       ગળી ચટણી
7.       મરચું
8.       મીઠું પ્રમાણસર
                                    રીત
1.    ત્રણેય દાળ 6 કલાક પલાળી અધકચરી વાટી તેમાં મીઠું નાખી ગરમ તેલમાં વડાં ઊતારી,હૂંફાળા પાણીમાં નાખવાં.
2.   પીરસતી વખતે પાણીમાંથી દબાવીને કાઢવાં. તેના પર દહીં,ગળી ચટણી, મીઠું, મરચું નાખવાં.
                                ર્વરીએશન
1.    2 કપ ચોળાની દાળ, 1 કપ અડદની દાળનાં પણ દહીંવડા થાય.
2.   સ્ટોપ દહીંવડાં :   કચોરીના મસલાના વડાં કરી દહીંવડાં ખીરામાં બોળી તળવાં. બીજું બધું દહીંવડાં જેમ કરવું.

નોધ : વડાં વહેલાં બનાવીને, પાણીમાંથી દબાવીને બહાર કાઢીને, ફ્રિજમા મૂકી શકાય.  
Read More »

Thursday 16 March 2017

વેજિટેબલ હાકા નુડલ્સ


સામગ્રી
1.        100 ગ્રામ કેપ્સીકમ
2.        100 ગ્રામ ડુંગળી
3.         5 ટી સ્પૂન તેલ
4.       200 ગ્રામ કોબીજ
5.       50 ગ્રામ ફ્ણસી
6.       100 ગ્રામ ગાજર
7.       100ગ્રામ નુડલ્સ
8.       ½  ટી સ્પૂન મરીનો ભૂકો
9.       ચપટી આજીનોમોટો
10.   2 સ્પૂન સોયાસોસ
11.   મીઠું પ્રમાણસર
     રીત
1.       કેપ્સીકમને લાંબાં સમારવાં.
2.       ડુંગળીનાં ભજિયાં જેવી પાત્ળી સ્લાઇસ કાપવી. પછી એક સાઇડેથી કાપવું. જેથી લાંબી સળી થઇ જશે.
3.       ફ્રાઇંગ પેનમાં 2 ટી સ્પૂન તેલ મૂકી આકરા તાપે કેપ્સીકમ અને ડુંગળી સાંતળવાં.
4.       કોબીજ લાંબી સમારવી. ફણસી ઝીણી સમારવી. ગાજર લાંબા સમારવાં. 5 મિનિટ પછી કોબીજ , ફણસી, ગાજર, નાખી સાંતળવાં.
5.       તેમાં બાફેલા નુડલ્સ, મરીનો ભૂકો, આજીનો- મોટો, સોયાસોસ અને મીઠું નાખવું.
6.       બરાબા હલાવી ગરમ ગરમ પીરસવું.
    નુડલ્સ બાફવાની રીત
100 ગ્રામ નુસલ્સ – પાણી અને સહેજ તેલ મૂકી બાફવા. બફાઇ  જાય એટલે તેને ચાળણીમાં નાખી પાણી કાઢી નાખવું અને તેની ઉપર ઠંડું પાણી નાખવું. પછી નુડલ્સમા 2 ટી સ્પૂન તેલ લગાડવું, જેથી નુડલ્સ ચોંટી ન જાય.


Read More »

Monday 13 March 2017

ફ્રાઇડ રાઇસ


સામગ્રી
1.       500 ગ્રામ ચોખા
2.       તેલ પ્રમાણસર
3.       ચપટી સાજીનાં ફૂલ
4.       100 ગ્રામ ફણસી
5.       2 ઝીણી સમારેલી સૂકી ડુંગળી
6.       1૦૦ ગ્રામ ગાજર
7.       3 લીલી ડુંગળી
8.       ચપટી આજીનોમોટો
9.       1 નંગ કેપ્સીકમ(ગાજર અને કેપ્સીકમ લાંબાં કાપવાં. લીલી ડુંગળી અને ફણસી ઝીણી કાપવી.)
10.   3 ટેબલ સ્પૂન સોયાસોસ
11.   1/2 ટી સ્પૂન મરીયાં ભૂકો
12.   1 ટી સ્પૂન વિનેગર
13.   મીઠું પ્રમાણસર
રીત
1.       ચોખા ધોઇને 2 કલાક પાણીમાં રહેવા દેવા. બીજુ પાણી ગરમ મૂકી ઊકળે એટલે ચોખા નખવા. થોડુંક તેલ અને મીઠું નાખવાં. સહેજ કાચાહોય ત્યારે ચાળણીમાં કાઢી નાખવાં.
2.       પાણીમાં મીઠું, સાજીનાં ફૂલ નાખી ફણસી બાફ્વી. એક વાસણમાં થોડુંક  તેલ લઇ આકરા તાપે ગરમ કરવું. તેમાં સૂકી ડુંગળી નાખી લાલ થાય ત્યાં સુધી સાંતળવી. તેમાં ગાજર નાખવાં. પછી લીલી ડુંગળી, મીઠું, આજીનોમોટો, કિપ્સીકમ, ફણસી નાખવાં.
3.       ચડી જાય એટલે સોયાસોસ, મરીનો ભૂકો, વિનેગર નાખવાં.
4.       ચોખા અને બનાવેલા મસાલાનું મિશ્રણ કરવું. લીલી ડુંગળી ઝીણી સમારી, ઉપર નાખી પીરસવું.
Read More »

Wednesday 8 March 2017

ચાઈનીઝ સમોસા


સામગી
(૧) ૫૦  ગ્રામ   સ્પેગેટી                                 (૨)  ૪ ટેબલ    સ્પૂન   તેલ
(૩) ૧૦૦ ગ્રામ   કોબીજ                                (૪)  ૫૦ ગ્રામ    કેપ્સીકમ
(૫) ૫૦ ગ્રામ    ફણસી                                 (૬)  50ગગ્રામ   ગાજર
(૭)૧-૨  ક્પ ફ્ણગાવેલા મગ
(૮)૧ ટી  સ્પૂન   ચીલીસોસ
(૯)૧ ટી  સ્પૂન   સોયાસોસ
(૧0) ૧ ટી સ્પૂન  લાલ  મરચું
(૧૧)૧  કપ મેદો                       (૧૨)૧-૨ લીબુ
(૧૩)૧-૪ ટી  સ્પૂન   બેકિગ  પાઉડર
(૧૫) ચપટી  આજીનોમોટો
(૧૬)મીઠું  પ્રમાણસર
                                 રીત
(૧) એક વાસણમા અડધુ પાણી બરવુ તેમા 1 ટી   સ્પુન તેલનાખવું.  પાણી  ઊકળે એટલે   તેમાં સ્પેગેટીના  ટુકડા કરીને  નાખવા. બફાઇ  જાય  એટલે ચાળણીમાં કાઢી  લઇ તેના પર ઠુંડું પાણી રેડવું                                               જેથી ચોંટી ન જાય. (૧  ક્લાક  પછી ઉપયોગ કરવો)                   
(૨) પછી  એકવાસણમાં ૨ ટેબલ  સ્પુન તેલ  મુકી બધાં જ  શાક લાંબાં‌‌‌-પાતળાં કાપીને  વઘારવા. ફણગાવેલા   મગ  નાખવા.  મીઠું, આજીનોમોટો નાખી  અધકચરાં  ચડવવાં.  ચીલીસોસ, સ્પેગેટી  સોયાસોસ, મરચુ નાખવું.
(૩)મેદાના લોટમાં ૧  ટેબલ   સ્પુન  તેલ, મીઠું, લીંબુ, બેકિંગ  પાઉડર  નાખી, લોટ બાંધી પૂરી વણી, વચ્ચે શાક  મૂકવું  પોટલી આકારે સમોસા વાળીને તળવા.

(૪)સાદી  રીતે   સર્વ કરવા 
Read More »

Monday 6 March 2017

પનીર પસંદા

  
પનીર પસંદા સામગ્ર્રી 

(૧)  ૨૦૦  ગ્રામ પનીર          
 (૨)  તેલ પ્રમાણસર
(૩) ૩ ડુગળી  
(૪) ૨ ટામેટા 
(૫) ૧૦૦ ગ્રામ મગજતરી ના બી 
( ૬ ) ½  કપ  ઝીણી સમારેલી  કોથમીર
(૭) ½  ટી  સ્પૂ ન  મરચુ 
(૮) ½  ટી  સ્પૂ ન  હળદર
(૯) 1 ટી સ્પૂ ન  ગરમ  મસાલો
(૧૦) ૨૦ ગ્રામ આદુ 
(૧૧) ૫ કળી લસણ
(૧૨) ૧ ચપટી  આજીનોમોટૉ 
(૧૩)  ૨ ટેબલ  સ્પૂ ન   કીમ અથવા મલાઇ
(૧૪) ½ ટી  સ્પૂ ન  જાયફળનો  ભૂકો
(૧૫) મીઠુ  પ્રમાણસર 
રીત
(૧)      પનીરના ½ “  જાડાઇના ટુકડા  કરી ગરમ તેલમા બદામી તળી  ઠંડા પાણીમાં નાખવા. જેથી નરમ થઇ  જાય.
(૨) ડુંગળી અને ટામેટા વાટવાં. મગજતરીનાં બી ગરમ પાણીમાં ધોઈને મીકસરમાં પીસવાં.
(૩) એક વાસણમાં  ૨  ટેબલ  સ્પૂ ન  તેલ ગરમ મુકી ડૂગળી સાંતળી તેમા મગજતરીનાં બી , કોથમીર નાખવાં. મરચું , હળદર , ગરમ મસાલો, વાટેલાં આદુ- લસણનું પાણી , મીઠું અ‍ને આજીનોમોટૉ  નાખી બરાબર હલાવવું .
(૪) તેમાં  વાટેલા ટામેટા નાખવા . 1 ગ્લાસ  પાણી રેડવું. ઉકળે  એટલે કીમ અથવા મલાઇ અને પનીર  નાખવૂં.
(5) પીરસતી  વખતે જાયફળનો  ભુકો નાખવો.
 




Read More »