1.
500 ગ્રામ ચોખા
2.
તેલ પ્રમાણસર
3.
ચપટી સાજીનાં ફૂલ
4.
100 ગ્રામ ફણસી
5.
2 ઝીણી સમારેલી સૂકી ડુંગળી
6.
1૦૦ ગ્રામ ગાજર
7.
3 લીલી ડુંગળી
8.
ચપટી આજીનોમોટો
9.
1 નંગ કેપ્સીકમ(ગાજર અને કેપ્સીકમ લાંબાં કાપવાં. લીલી ડુંગળી અને
ફણસી ઝીણી કાપવી.)
10.
3 ટેબલ સ્પૂન સોયાસોસ
11.
1/2 ટી સ્પૂન મરીયાં ભૂકો
12.
1 ટી સ્પૂન વિનેગર
13.
મીઠું પ્રમાણસર
રીત
1.
ચોખા ધોઇને 2 કલાક પાણીમાં રહેવા દેવા.
બીજુ પાણી ગરમ મૂકી ઊકળે એટલે ચોખા નખવા. થોડુંક તેલ અને મીઠું નાખવાં. સહેજ
કાચાહોય ત્યારે ચાળણીમાં કાઢી નાખવાં.
2.
પાણીમાં મીઠું, સાજીનાં ફૂલ નાખી ફણસી
બાફ્વી. એક વાસણમાં થોડુંક તેલ લઇ આકરા
તાપે ગરમ કરવું. તેમાં સૂકી ડુંગળી નાખી લાલ થાય ત્યાં સુધી સાંતળવી. તેમાં ગાજર
નાખવાં. પછી લીલી ડુંગળી, મીઠું, આજીનોમોટો, કિપ્સીકમ, ફણસી નાખવાં.
3.
ચડી જાય એટલે સોયાસોસ, મરીનો ભૂકો, વિનેગર નાખવાં.
4.
ચોખા અને બનાવેલા મસાલાનું
મિશ્રણ કરવું. લીલી ડુંગળી ઝીણી સમારી, ઉપર નાખી પીરસવું.
No comments:
Post a Comment