Pages

Search This Website

Tuesday 23 July 2013

વેજિટેબલ ઉત્તપમ

સામગ્રી  :-
૩      કપ ચોખા
૧      કપ અડદ દાળ
૧      ટી સ્પૂન મેથી દાણા (Optional)
મીઠું સ્વાદ અનુસારરીતુની ફરમાઈશ પર આજે… સામગ્રી  :- ૩      કપ ચોખા ૧      કપ અડદ દાળ ૧      ટી સ્પૂન મેથી દાણા (Optional) મીઠું સ્વાદ અનુસાર કાકડી, ટમેટા, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા, કોથમીર આ...
કાકડી, ટમેટા, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા, કોથમીર આ બધુ જ ઝીણું સમારીને મિક્સ કરી લો.
રીત  :-
ચોખા, દાળ તથા મેથી દાણાને અલગ અલગ પાણીમાં ૭ થી ૮ કલાક પલાળી રાખો. ત્યારબાદ દાળ – ચોખાને અલગ અલગ એક્દમ ઝીણું ક્રશ કરો. મેથી દાણાને પણ ક્રશ કરી એમાં ભેળવી દો. બધું મિક્સ કરી મીઠું નાખી ખીરાને ૭ થી ૮ કલાક આથો લાવવા રાખી મૂકો.
આથો આવી જાય પછી બનાવતી વખતે ખીરામા પાણી ઉમેરી થોડું પાતળું કરો. અને એકાદ ચમચો તેલ ઉમેરો જેનાથી ઉત્તપમ પોચા બનશે.
ત્યારબાદ નૉનસ્ટિક તવી પર ચમચા વડે ખીરુ પાથરી તેને ફેલાવી દો . ઉપરથી ઝીણા સમારેલા કાકડી, ટમેટા, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા, કોથમીર આ બધુ જ ભભરાવી સહેજ દબાવી દો. અને ફરતે અને ઉપર જરા જરા તેલ છાંટીને ધીમા તાપે ચડવા દો. બંને બાજુ સારી રીતે ચડી જાય એટલે ઉતારીને સાંભાર સાથે પીરસો…
 સ્વાદ માટે ઉપરથી મરીનો પાવડર છાંટી શકાય…
બધા જ વેજિટેબલ્સ ન નાખવા હોય તો માત્ર ડુંગળી નાખીને  Onion Uttapam પણ બનાવી શકાય.
ઉત્તપમ બનાવતી વખતે નૉનસ્ટિક તવીને પહેલા ગરમ થવા દઈને પછી એક કોટનના કપડાને ભીનું કરી તવીને લુછવી. દરેક વખતે આટલું કરવાથી ખીરુ સારી રીતે પથરાશે અને ઉત્તપમ સહેલાઈથી ઉખડી જશે.
Read More »

Monday 22 July 2013

સાબુદાણાની ખિચડી

સામગ્રી :-
૧   કપ સાબુદાણા
૫૦૦  ગ્રામ બટાકા
૩   ટેબલ સ્પુન  સીંગદાણાનો ભૂકો
૫ – ૬ નંગ લીલા મરચા (ઝીણા સમારેલા)
૫ – ૬ પાન મીઠો લીમડો
૨   ટેબલસ્પુન ખાંડ
૧   નંગ લીંબુ
૧   ચમચી આખુ જીરુ
૨   ટેબલ સ્પુન તેલ વઘાર માટે
૧   ચમચો સમારેલી કોથમીર
૧   ચમચો કોપરાનું છીણ (Optional)
૧   ચપટી હીંગ  (Optional)
મીઠું  સ્વાદ અનુસાર 
 રીત :-
સાબુદાણાને સાફ કરી ધોઈને એક વાસણમાં સાબુદાણા ડૂબે તેટલું પાણી અને ચપટી મીઠું નાખી ત્રણ ચાર કલાક પલળવા દો. પાળેલા સાબુદાણા એકબીજાથી છૂટા રહેવા જોઈએ. હવે બટાકાને છાલ કાઢીને ઝીણા સમારી લો.
એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરુ નાખો, જીરુ તતડે એટલે લીલા મરચાના ટૂકડા, મીઠો લીમડો તથા હીંગ નાખી બટાકા વઘારી લો. તેને ઢાંકી થોડીવાર ચડવા દો. અધકચરા ચડી જાય એટલે તેમાં સાબુદાણા ઉમેરી સારી રીતે હલાવીને મિક્સ કરો અને ઢાંકી દો. પાંચેક મિનિટ બાદ તેમાં સીંગદાણાનો ભૂકો, મીઠું, ખાંડ, લીંબુનો રસ નાખી હલાવીને ગેસ બંધ કરી ઉપરથી કોથમીર, લીલા નાળિયેરનું છીણ ભભરાવો અને ગરમાગરમ પીરસો….
(ઉપવાસ માટે બનાવતા હો તો હીંગનો ઉપયોગ ટાળી શકાય)
Read More »

બફવડા

સામગ્રી :-
૧૦૦  ગ્રામ સાબુદાણા
૫૦૦ ગ્રામ બટાકા
૧/૨  લીલુ નાળિયેર ખમણેલું
૧/૨  વાટકી શેકેલા સીંગદાણાનો ભૂકો અધકચરો
૧/૪ વાટકી શેકેલા તલ અધકચરા વાટેલા
૪-૫  નંગ લીલા મરચા સમારેલા
૧      ચમચી આમચુર પાવડર
૪     ચમચા  શિંગોડાનો લોટ
ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ
રીત:-
સાબુદાણાને ૨ થી ૩ કલાક પાણીમાં પલાળી રાખો. દાણા દાણા છૂટા થઈ જાય અને ટ્રાંસપરન્ટ જેવા દેખાવા લાગે ત્યારે સમજવું કે સાબુદાણા સારી રીતે પલળી ગયા છે.હવે તેમાં બાફેલા બટાકાનો માવો, ખમણેલું નાળિયેર, સીંગદાણાનો ભૂકો, તલનો ભૂકો, આદુની પેસ્ટ, લીલા મરચા સમારેલા, આમચુર પાવડર, મીઠું, ખાંડ અને ૧ ચમચો શિંગોડાનો લોટ ભેળવો અને સારી રીતે મિક્સ કરી લો.
આ મિશ્રણના નાના ગોળા વાળીને બાકી વધેલા શિંગોડાના લોટમાં રગદોળીને ગરમ તેલમાં તળી લો.
આ ફરાળી બફવડાને ખાટી, ગળી ચટણી સાથે ખાવાની મજા જ ઓર છે….
અહીં લીંબુના રસને બદલે આમચુર પાવડર વાપરવાથી બફવડાનું મિશ્રણ ગોળા વાળતી વખતે ઢીલુ નહીં પડે. જેથી તળતી વખતે વધુ તેલ નહીં પીવે અને વડા તેલમાં છૂટા પડી જવાની બીક પણ નહીં રહે.
Read More »

લસણની ભીની ચટણી

સામગ્રી:-
1] ½ સૂકા કોપરાની વાટકી
2] 150 ગ્રામ આખા કાશ્મીરી લાલ મરચા
3] 1 મોટો ચમચો ધાણા
4] 1 મોટો ચમચો શીંગદાણા
5] 1 સૂકા લસણની કળીનો ગાંઠો
6] મીઠું સ્વાદાનુસાર
રીત:-
બધી સામગ્રી ભેગી કરી વાટી લેવી. તાજી તાજી આ ચટણી ખૂબ સ્વાદિષ્ટ લાગશે.
Read More »

સુંવાળી


દિવાળી આવે એટલે જાતજાતના નાસ્તા તો બને જ અને એમાં પણ મઠિયા અને સુંવાળી તો જાણે દિવાળીના ટ્રેડમાર્ક…. આવો તો આજે એ પરંપરાગત સુંવાળીની રીત યાદ કરી લઈએ.
સામગ્રી :-
૫૦૦ ગ્રામ મેંદો
૨૦૦ ગ્રામ ખાંડ
૧ કપ પાણી
૧૦૦ ગ્રામ ઘી
૩ ચમચી તલ
તળવા માટે તેલ
રીત :-
એક પહોળા વાસણમાં મેંદો લઈ તેમાં ઘીનું મોણ ઉમેરી ભેળવી લો. ૧ કપ પાણીમાં ખાંડ નાખીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. તલને ૧૦ મિનિટ પાણીમાં પલાળીને નિતારી લો. સહેજ કોરા કરીને પછી અધકચરા ખાંડી લો. જેથી ગરમ તેલમાં તલ ફૂટીને દઝાડે નહીં.
હવે તલને લોટમાં ભેળવી અને ખાંડનું પાણી નાખીને કડક લોટ બાંધી લો. એકસરખા લુઆ બનાવીને પાતળી પાતળી પૂરીઓ વણી લો. સહેજ વાર સુકાવા દઈને પછી ગરમ તેલમાં તળી લો.
Read More »