Pages

Search This Website

Friday 21 June 2013

કોર્ન પૈન પાવભાજી and બ્રેડ મિની પિઝા

કોર્ન પૈન પાવભાજી


સામગ્રી - 200 ગ્રામ કોર્ન(મકાઈ) 200 ગ્રામ પનીર, 2 મોટા બાફેલા બટાકા, 2 ડુંગળી, 7-8 લસણની કળી, 4 ટેબલ સ્પૂન પાવભાજી મસાલા, 2 ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર, 8 ટેબલ સ્પૂન બટર, 2 લીંબૂનો રસ, લીલા ધાણા, મીઠુ જરૂર મુજબ. બ્રેડ માટે - 16 બ્રેડ પીસ, 2 ટેબલ સ્પૂન પાવભાજી મસાલો, 4 ટેબલ સ્પૂન બટર, મીઠુ જરૂર મુજબ. બનાવવાની રીત - તવા પર બટર ગરમ કરી લો. ગરમ થતા તેમા લસણ અને ડુંગળીને સોનેરી થતા સુધી સેકો. પછી મકાઈ અને બટાકાને મિક્સ કરીને થોડીવાર હલાવો. હવે બાકી બધી સામગ્રીઓને પણ મિક્સ કરી થોડી વાર સેકો. ઉપરથી લીલા ધાણા અને પનીરના ટુકડા નાખો.



બ્રેડ મિની પિઝા


સામગ્રી - બ્રેડ 6 સ્લાઈસ, ચણા અંકુરિત 1 ટેબલ સ્પૂન, બ્રેડ ક્રમ્સ, 1 ટેબલ સ્પૂન, ચાટ મસાલો 1/2 ટી સ્પૂન, રવો 1 ટેબલ સ્પૂન, મકાઈનો લોટ 1 ટેબલ સ્પૂન, મોટી સરસો, મીઠો લીમડો, લીલા ધાણા, ચટણી, સોસ સજાવટ માટે. મીઠુ સ્વાદ મુજબ. શાકભાજીઓ - ગાજર, લીલી ડુંગળીના પાન, ચીઝ 1 ક્યુબ, કોબીજ, શિમલા મરચાં 2 ક્યુબ, પનીર 50 ગ્રામ (છીણેલુ). બનાવવાની રીત - બ્રેડની કિનારો કાપીને દહીંમાં પલાળી દો. પછી તેમા રવો, મકાઈનો લોટ અને મીઠુ નાખીને 15 મિનિટ છોડી દો. ત્યારબાદ બધી શાકભાજીઓ ઝીણી સમારીને મિક્સ કરો. મસાલા નાખી દો. પછી તેમા બ્રેડ ક્રમ્સ અને સોડા નાખીને મિક્સ કરો. એક મોલ્ડમાં ચિકાશ લગાવીને મિશ્રણ નાખો. ઉપરથી અંકુરિત ચણા,પનીર અને નારિયળનુ છીણ ભભરાવી દો. ચીઝ ગ્રેટ કરીને નાખો. પહેલાથી જ ગરમ ઓવનમાં 150 સે. પર 25-30 મિનિટ બેક કરો. બ્રાઉન સેકાવા દો. બ્રાઉન થતા સુધી વઘાર તૈયાર કરો અને પિઝા પર નાખો. સોસ, લીલી ચટણી અને ચટણી લગાવીને ગરમા ગરમ બ્રેડ પિઝા સર્વ કરો.
Read More »

સેવ ખમણી

સામગ્રી
૧  કપ  ચણાની દાળ
ચપટી સોડા બાયકાર્બ (ખાવાનો સોડા)
૨ ટેબલ સ્પૂન તેલ
૨ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
૨ નંગ લીંબુ
૩ થી ૪ નંગ ઝીણા સમારેલા લીલા મરચા
૨ ટેબલ સ્પૂન ખાંડ
૨૦૦ ગ્રામ ઝીણી સેવ
૧/૨ કપ દાડમના દાણા
૧/૨   કપ લીલા નાળિયેરનું છીણ. (સ્વાદ ભાવતો હોય તો)
હીંગ, લીમડો, મીઠું સ્વાદ પ્રમાણે
રીત
ચણાની દાળને ૪ થી ૫ કલાક પલાળી રાખો. સારી રીતે પલળી જાય પછી તેને મિક્સરમાં વાટી લો. થોડું પાણી ઉમેરી તેને પાતળું કરો. હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ, સોડા અને મીઠું ઉમેરી ઢોકળાની જેમ વરાળથી બાફી લો. ઢોકળા જેવું બફાઈ ત્યારબાદ મોટા કાણા વાળી ખમણીથી તેને છીણી લો. એક વાસણમાં વઘાર માટે તેલ મૂકી તેમાં લીલા મરચાંના ટૂકડા, હીંગ, મીઠો લીમડો નાખીને તેમાં પાણી વઘારો. પછી તેમાં લીંબુનો રસ, ખાંડ અને મીઠું ઉમેરી સહેજ ઉકળવા દો. ત્યારબાદ બાફીને છીણેલું મિશ્રણ તેમાં ઉમેરી હલાવો. બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો.
હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી તેની ઉપર ઝીણીસેવ, કોથમીર, કોપરાનું છીણ, દાડમના દાણા વગેરેથી સજાવીને ગરમ ગરમ પીરસો.
Read More »

વેજ મંચુરિયન

 સામગ્રી:-  ૨ કપ     છીણેલું ગાજર ૨ કપ     છીણેલી કોબી ૧ કપ     છીણેલું ફ્લાવર ૧/૪ કપ  ક્રશ કરેલા વટાણા ૫ – ૬    કળી લસણ ૧ નંગ     બારીક સમારેલી લીલી ડુંગળી બારીક...


 સામગ્રી:- 
૨ કપ     છીણેલું ગાજર
૨ કપ     છીણેલી કોબી
૧ કપ     છીણેલું ફ્લાવર
૧/૪ કપ  ક્રશ કરેલા વટાણા
૫ – ૬    કળી લસણ
૧ નંગ     બારીક સમારેલી લીલી ડુંગળી
બારીક સમારેલા લીલા મરચા
૧  ચમચી ચીલી સૉસ
૧ ચમચો  સોયા સૉસ
૧ ચમચો મેંદો
૩ ચમચા  કોર્ન ફ્લૉર
૧/૨ ચમચી મરી પાવડર
૧/૨ ચમચી આદુની પૅસ્ટ
૧/૪ ચમચી અજિનોમોટો
મીઠું સ્વાદ પ્રમાણે
તળવા માટે તેલ 
રીત  :- 
   છીણેલું ગાજર, છીણેલી કોબી, છીણેલું ફ્લાવર , ક્રશ કરેલા વટાણા બધું જ ભેગુ કરી તેને દબાવી ને પાણી કાઢી નાખો.

   હવે તેમાં કોર્ન ફ્લૉર, મેંદો, લીલી ડુંગળી, બારીક સમારેલા લીલા મરચા, મીઠું અને એક ચપટી જેટલો અજિનોમોટો નાખી તેને હલાવીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાથી નાના નાના ગોળા વાળી લો.

   એક ફ્રાઈંગ પૅનમાં તેલ ગરમ કરીને બધાં ગોળાને ગોલ્ડન બ્રાઊન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.
   હવે એક અલગ ફ્રાઈંગ પૅનમાં ૨ ચમચા તેલ મુકી બારીક સમારેલું લસણ, લીલી ડુંગળી, આદુની પૅસ્ટ અને લાંબા સમારેલા લીલા મરચા સાંતળી લો.
   ત્યારબાદ તેમાં પાણી, ૧/૨ ચમચી કોર્ન ફ્લૉર્ , મીઠું, અજિનોમોટો, મરી, સોયા સૉસ, ચીલી સૉસ ઉમેરો અને ઉકળવા દો. થોડું ઘટ્ટ થવા દો. હવે ઘટ્ટ થયેલી આ ગ્રેવીમાં તળેલા ગોળા ધીમે ધીમે ઉમેરતા જાઓ.
   ફ્રાઈંગ પૅનને ઢાંકીને ૩ – ૪ મિનિટ સુધી ચડવા દો.
  
   ગરમ ગરમ પીરસો…
Read More »

ફાડા લાપસી

સામગ્રી:- ૧ કપ ઘઉંના ફાડા ૧ ચમચો ઘી ૩/૪ કપ ખાંડ / ગોળ ૫ કપ પાણી ઈલાયચી પાવડર જાયફળ પાવડર કાજુ દ્રાક્ષ રીત :- ગેસ પર એક પહોળુ વાસણ મુકી...
સામગ્રી:-
૧ કપ ઘઉંના ફાડા
૧ ચમચો ઘી
૩/૪ કપ ખાંડ / ગોળ
૫ કપ પાણી
ઈલાયચી પાવડર
જાયફળ પાવડર
કાજુ
દ્રાક્ષ
રીત :-
ગેસ પર એક પહોળુ વાસણ મુકી તેમાં  ૧ કપ ઘઉં ના ફાડા નાખી શેકો, થોડા શેકાય જાય પછી ૧ ચમચો ઘી ઉમેરી ફરીથી શેકી લો. (સહેજ ફુલેલા લાગવા માંડે ત્યાં સુધી શેકવા)
સાથે સાથે બીજા વાસણમાં ૫ કપ પાણી ગરમ કરવા મૂકો.
ફાડા શેકાય જાય એટલે તેમાં ગરમ પાણી અને ખાંડ અથવા ગોળ ઉમેરી બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવો.
સારી રીતે હલાવ્યા બાદ એક વાસણમાં કાઢી લઈ તેને કુકરમાં મૂકીને ૩ થી ૪ સીટી થવા દો.
હવે એક વાસણમાં થોડું ઘી લઈ તેમાં કાજુના ટુકડા અને દ્રાક્ષ સાંતળીને કાઢી લો, કૂકરમાંથી બફાઈ ગયેલા ફાડાને હવે તે જ વાસણમાં સાંતળી લો. જાયફળ પાવડર અને ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો…
અને હવે લાપસીને સર્વીંગ બાઊલમાં કાઢીને ઉપરથી સાંતળેલા કાજૂ અને દ્રાક્ષથી સજાવો.
તૈયાર છે આપણી પરંપરાગત અને પૌષ્ટિક “સ્વીટ ડીશ”
Read More »

ચકરી

સામગ્રી :-

૫૦૦  ગ્રામ ઘઉંનો લોટ
૧ ચમચો મલાઈ
૧ ચમચો આખુ જીરુ, તલ અને અજમા
૧ ટી સ્પૂન લાલ મરચું
મીઠું સ્વાદ પ્રમાણે
તળવા માટે તેલ 
રીત :-
ઘઉંના લોટને એક પાતળા કપડામાં બાંધી કૂકરમાં વરાળથી બાફવા મૂકો.  આ રીતે બાફવા માટે કૂકરમાં પાણી મૂકીને તેમાં ઊંચું સ્ટેન્ડ કે કાંઠો મુકી તેના પર કાણાવાળી ડિશ અથવા જાળી મૂકીને તેના પર લોટ બાંધેલી પોટલી મૂકીને ૧૦ મિનિટ સુધી બાફી લો. ત્યારબાદ કપડામાંથી લોટ કાઢીને તેને ઝીણી ચાળણીથી ચાળી લો. પછી લોટમાં મલાઈ, ૧/૨  ચમચો તેલ, લાલ મરચું, જીરુ, અજમા, તલ, મીઠું અને પાણી નાખી રોટલીના લોટથી થોડો કઠણ એવો લોટ બાંધી લો.  હવે સંચામા ભરીને તેની ચકરી પાડી અને ગરમ તેલમાં તળી લો.
ગુજરાતી નાસ્તામાં ચકરીને મુખ્ય ગણાય છે અને નાના – મોટા સહુને ભાવે છે . આમ તો ચકરી ઘણી અલગ અલગ રીતે બને છે, વિવિધ દાળની ચકરી, ચોખા અને અડદની ચકરી,  માત્ર ચોખાના લોટની ચકરી વગેરે…  પરંતુ આ સૌથી સહેલી રીતે અને ઝડપથી બને છે.
Read More »

સ્વાદિષ્ટ ચટપટી પાપડી ચાટ

સ્વાદિષ્ટ ચટપટી પાપડી ચાટ




સામગ્રી : 10 બનાવી રાખેલી પૂરી કે પાપડી, અડધો કપ બાફેલા ચણા,
 એક કે બે બાફીને કાપેલા બટાકા, એક નાની ચમચી મીઠું, એક નાની
 ચમચી લાલ મરચાનો પાવડર, બે ચમચી કોથમીરની લીલી ચટણી,
 આંબલી કે ખજૂરની ચટણી, એક કપ ફેંટેલું દહીં, સેવ, ગાર્નિશિંગ માટે
 કાપેલી કોથમીર. બનાવવાની રીત : એક મોટી પ્લેટમાં પાપડી કે પૂરીને
 વ્યવસ્થિત ગોઠવી દો. તેના પર ઉકાળેલા બટાકા અને કાળા ચણા ગોઠવો.
 ધ્યાન રાખવું કે બટાકાને વધારે દબાવી ન દેવા, તેને ટૂકડાંમાં કાપીને જ વાપરવા
. ઉપરથી લાલ મરચું, મીઠું, લીલી ચટણી અને આંબલી કે ખજૂરની ચટણી નાંખો. 
પછી તેની ઉપર દહીં નાંખો અને છેલ્લે ઉપરથી સેવ ભભરાવો. 
તમે ઇચ્છો તો આ ચાટને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ઝીણી સમારેલી ડુંગળી
 અને બીટ પણ નાંખી શકો છો. છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરો.
 તૈયાર છે તમારી પાપડી ચાટ
Read More »

નાસ્તો ચટપટો - બ્રેડ ચાટ


નાસ્તો ચટપટો - બ્રેડ ચાટ


સામગ્રી - 7-8 બ્રેડ સ્લાઇસ, 1 કાપેલી કાકડી, 2 કાપેલા ગાજર,
 1 કાપેલી ડુંગળી, 1 કાપેલું ટામેટું,
સ્વાદાનુસાર મીઠું, અડધી ચમચી મરીનો પાવડર,
 અડધી ચમચી લીંબુનોરસ, સેવ, કાપેલી કોથમીર.
 બનાવવાની રીત - બ્રેડને નાના-નાના ટૂકડામાં તોડી દો.
 બ્રેડ સહિત કાકડી, ગાજર, ટામેટા, મીઠું, મરીનો પાવડર,
 લીબુનો રસને એકસાથે બાઉલમાં મિક્સ કરો અને એક પ્લેટમાં કાઢો.
સર્વ કરતા પહેલા તેની ઉપર સેવ, લીલી કોથમીર અને ડુંગળી નાંખી ગાર્નિશ કરો.
તમારી ઇન્સ્ટન્ટ બ્રેડ ચાટ તૈયાર છે. 
સાંજના સમયે નાસ્તામાં તમે આ ડિશનો સ્વાદ માણી શકો
Read More »

ગુજરાતી વાનગી - દાબેલી

ગુજરાતી વાનગી - દાબેલી


સામગ્રી - 8 પાવ, 2 ચમચી માખણ, અડધો કપ મીઠી ચટણી, અડધો કપ લાલ કે લીલી ચટણી, 2 ચમચા મસાલા મગફળી, અડધો કપ પાતળી સેવ, અડધો કપ કાપેલી લીલી કોથમીર, એડધો કપ દાડમના દાણાં. દાબેલી મસાલા માટે - આખાં ધાણાં 2 ચમચી, 1 નાની ચમચી જીરું, 1 લાલ મરચું, એક ઇંચનો તજનો ટૂકડો, 2 લવિંગ, 3-4 કાળા મરી. દાબેલી સ્ટફિંગ માટે - 4 બટાકા, 2 ટામેટા, 1 લીલું મરચું, 1 ઇંચ લાંબો આદુંનો ટૂકડો, 1 ચમચો માખણ, 1 ચમચો તેલ, અડધી નાની ચમચી જીરું, 1 ચપટી હિંગ, પા ચમચી હળદર, 3/4 નાની ચમચી ખાંડ(જો તમે ઇચ્છો તો) , 1 નાની ચમચી લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું. બનાવવાની રીત - બટાકાને બાફીને છોલી મેશ કરી દો. ટામેટા ધોઇ નાના નાના નાના કાપી લો. આદુંને પીસીને પેસ્ટ બનાવો અને લીલી મરચાં કાપી લો. હવે સ્ટફિંગમાં મિક્સ કરવા માટે દાબેલીનો મસાલો બનાવી લઇએ છીએ. દાબેલી મસાલો - લાલ મરચાંને છોડી અહીં દર્શાવેલો બધો મસાલો તવી પર બ્રાઉન રંગનો થાય ત્યાંસુધી શેકી લો.
Read More »

સ્વાદિષ્ટ રેસીપી - કાશ્મિરી પુલાવ

સ્વાદિષ્ટ રેસીપી - કાશ્મિરી પુલાવ


સામગ્રી: 500 ગ્રામ બાસમતી ચોખા, 100 ગ્રામ ઊભી સમારેલી ડુંગળીની સ્લાઈસ, 5 ગ્રામ તજ, 5 ગ્રામ ઈલાયચી 5 ગ્રામ લવિંગ, 1 ચપટી હળદર પાવડર, 1 ગ્રામ કેસર, 10 મિલી દૂધ, 20 ગ્રામ અખરોટ, 20 ગ્રામ કાજૂ, 1 લિટર પાણી 50 ગ્રામ તેલ, મીઠું સ્વાદ અનુસાર બનાવવાની રીત: સૌ પ્રથમ ચોખાને ધોઈને પાણીમાં પલાળી દો. એક વાસણમાં તેલ ગરમ કરીને તેમાં ડુંગળીને લાઈટ બ્રાઉન રંગની સાંતળી લો. હવે તેમાં બાકીના મસાલાને હળદર સાથે વખારો. તેમાં ચોખાને નિતારીને થોડી વાર સાંતળો. હૂંફાળા દૂધમાં અડધું કેસર ઉમેરીને ઓગાળી લો. હવે તેમાં ગરમ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેને થોડી વાર માટે પાકવા દો. બાકીના કેસરને પણ ચોખા સાથે મિક્સ કરી દો. ચોખાનો દરેક દાણો છૂટો પડે ત્યા સુધી પાકવા દો. કાશ્મીરી પુલાઓને અખરોટ અને કાજૂ દ્વારા ગાર્નિશ કરો.
Read More »

હેલ્ધી નાસ્તો : ફણગાવેલા કઠોળ અને શાકભાજીની ઈડલી


હેલ્ધી નાસ્તો : ફણગાવેલા કઠોળ અને શાકભાજીની ઈડલી



સામગ્રી - બે વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ, અડધી વાટકી ફણગાવેલા મગ, અડધી વાટકી ફણગાવેલા સોયાબીન, અડધી-અડધી વાટકી છીણેલા ગાજર અને કોબીજ, 1 નાની ચમચી ખાવાના સોડા, 1 નાની ચમચી પલાળેલી ચણાની દાળ, મીઠો લીમડો, રાઈ, તેલ, સ્વાદ અનુસાર મીઠું, પા વાટકી માખણ. બનાવવાની રીત - ઇડલી બનાવવા પહેલા રેતા ચોખા અને અડદની દાળ પલાળી રાથો અને સવારે તેને બારીક દળી લો. ત્યારબાદ તેમાં મીઠું અને ખાવાનો સોડા નાંખી આથો આવે ત્યાંસુધી મૂકી રાખો. હવે એક નાની ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈનો વઘાર કરી લીમડો, પલાળેલી ચણાની દાળ, ગાજર, કોબીજ, ફણગાવેલા મગ, સોયાબીન નાંખો અને છેલ્લે આ મિશ્રણમાં મીઠું નાંખી એક મિનિટ ગેસ પર ગરમ કર્યા બાદ ઉતારીને અલગ મૂકી દો. હવે ઇડલી મિક્સને ઇડલીના સાંચામાં તેલ ચોપડીને થોડું નાંખો. તેની ઉપર ચમચીથી શાકભાજી અને કઠોળનું તૈયાર કરેલું મિશ્રણ નાંખો. આ મિશ્રણની ઉપર ફરીથી ઇડલીનું મિશ્રણ નાંખો. હવે આને દસ-પંદર મિનિટ વરાળ આપી ચઢવા દો. તો તૈયાર છે તમારું કઠોળ અને શાકભાજીમાંથી બનેલી પૌષ્ટિક ઇડલી. આને માખણ લગાવી ચટણી અને ગરમાગરમ સાંભર સાથે પીરસો.
Read More »

ગુજરાતી સ્વાદિષ્ટ વાનગી : ખાંડવી


ગુજરાતી સ્વાદિષ્ટ વાનગી : ખાંડવી


મિશ્રણ બનાવવા માટે સામગ્રી - 1 કપ ચણાનો લોટ, 1 કપ દહીં. 2 કપ પાણી, 1 ચપટી હીંગ, 1 ચમચી આદુની પેસ્ટ, 1/6 ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું. વઘાર માટે સામગ્રી - 1 ચમચો તેલ, 1 નાની ચમમી રાઇ, 3થી 4 લીલા મરચાં, ગાર્નિશિંગ માટે - 1 ચમચો સમારેલી લીલી કોથમીર, 1 ચમચો છીણેલું નારિયેળ. બનાવવાની રીત - ચણાના લોટને એક વાસણમાં સારી રીતે ચાળી લો અને તેમાં દહીં, પાણી, હીંગ અને આદુની પેસ્ટ તેમજ હળદર અને મીઠું નાંખી બરાબર હલાવી મિશ્રણ તૈયાર કરો. ધ્યાન રાખો કે મિશ્રણમાં ગઠ્ઠાં ન રહેવા જોઇએ. એક વાસણમાં તૈયાર મિશ્રણ કાઢો અને તેને ગરમ થવા માટે ગેસ પર મૂકો. ચમચાથી હલાવી લગભગ 8-9 મિનિટ સુધી મિશ્રણને રાંધો. પહેલા ગેસની વધુ આંચે ગરમ કરો અને જેવું મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને મિશ્રણમાં ઉભરો આવે એટલે ગેસની આંચ ધીમી કરી દો. તમને લાગે કે મિશ્રણ બરાબર ચઢીને ઘટ્ટ થઇ ગયું છે એટલે તેને ગેસની આંચ પરથી ઉતારી લો. હવે આ મિશ્રણને થાળી કે ટ્રેને ચીકણી કર્યા વગર ચમચા કે વાટકીની મદદથી બરાબર પાતળું ફેલાવી દો.
Read More »

ટેસ્ટી શાકાહારી રેસિપી - પનીર ચીલી ભુરજી

ટેસ્ટી શાકાહારી રેસિપી - પનીર ચીલી ભુરજી


સામગ્રી - 250 ગ્રામ કેપ્સિકમ મરચાં, 2 ડુંગળી, 250 ગ્રામ ટામેટા, એક નાનું આદુ, 250 ગ્રામ પનીર, 100 ગ્રામ ચીઝ(છીણેલું), ત્રણ ચતુર્થાંત ચમચી ખાંડ, બે ચમચી મીઠું, બે ચમચી કોથમીર, બે ચમચી લાલ મરચું, એક ચમચી હળદર, એક ચમચી જીરું, આઠ મોટી ચમચી ઘી. બનાવવાની રીત - ડુંગળી અને કેપ્સિકમને લાંબા ટૂકડાંમાં કાપી લો. જીરું, મીઠું, કોથમીર, મરચું, હળદર, ખાંડ, આદુને એકસાથે પીસી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરી પીસેલો મસાલો આઠ-દસ મિનિટ સુધી શેકો. હવે તેમાં કેપ્સિકમ મરચાં નાંખી પાંચ મિનિટ શેકો. મરચાં થોડા નરમ પડે એટલે ટામેટાં ઝીણાં કાપીને નાંખો. અડધો કપ પાણી નાંખો. બધું બરાબર મિક્સ થાય એટલે મિશ્રણમાં ચીઝ નાંખો. ચાર-પાંચ મિનિટ બાદ પનીર છીણીને ભભરાવો. આ મિશ્રણને બરાબર હલાવતા રહીને બરાબર રંધાવા દો. લાગે કે તમારું શાક તૈયાર થઇ ગયું છે એટલે ગેસની આંચ બંધ કરીને ઉતારી લો.
Read More »

ગુજરાતી વાનગી - સ્વાદિષ્ટ ચણા ચાટ

સામગ્રી - દેશી ચણા બે કપ રાત્રે પલાળેલા, ડુંગળી 2, ટામેટા 2, લીલા મરચા 2,કાકડી 1, લાલ મરચાંનો પાવડર -ચપટી, સંચળ ચપટી, લીંબુનો રસ બે ચમચી.અડધી ચમચી ચાટ મસાલો, મીઠુ સ્વાદમુજબ, બનાવવાની રીત - સૌ પહેલા ચણાને સાફ પાણીથી ધોઈ લો. એક વાડકીમાં ડુંગળી, કાકડી, ટામેટા અને લીલા મરચા કાપીને મુકો. ત્યારબાદ પલાળેલા ચણા પણ મિક્સ કરો. હવે વાડકીમાં લાલ મરચાનો પાવડર, સંચળ, મીઠુ, ચાટ મસાલો મિક્સ કરો. લો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચણા ચાટ. આ પ્રમાણ 3થી 4 લોકો માટે છે.
Read More »

પંજાબી ટેસ્ટી રેસીપી - આલુ પરોઠા





સામગ્રી - 250 ગ્રામ બટાકા, લીલા મરચાં 4-5, સમારેલી કોથમીર અડધો કપ, વરિયાળી એક ચમચી, અજમો અડધી ચમચી, ખાંડ એક ચમચી, એક લીંબુનો રસ, હળદર અને સ્વાદમુજબ મીઠુ. 


લોટ બાંધવા માટે - 2 કપ ઘઉંનો લોટ અને મીઠુ. બનાવવાની રીત - બટાકાને બાફીને છોલી લો. ચમચીથી મસળીને તેમા સમારેલા લીલા મરચા, વરિયાળી, અજમો, ખાંડ, લીંબુનો રસ, કોથમીર અને સ્વાદ મુજબ મીઠુ તેમજ હળદર નાખીને મસળી લો. હવે ઘઉના લોટમાં મીઠુ નાખીને મધ્યમ લોટ બાંધી લો. એક લોઈ બનાવી નાની પૂરી વણો તેમા બટાકાનો તૈયાર મસાલો થોડો ભરીને દબાવી દો અને તેને હલકા હાથે રોટલી જેટલો વણી લો. જેટલો મસાલો વધુ ભરશો તેટલો સ્વાદ સારો લાગશે. આ પરાઠાને ગરમ તવા પર નાખો અને તેલ અથવા ઘી વડે બદામી રંગના સેકી લો. આ રીતે બધા આલૂના પરાઠાં બનાવી લો. આ પરાઠાંને સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો.
Read More »

ઈદડા



સામગ્રી :-
૩      કપ ચોખા
૧      કપ અડદ દાળ
૧      ટી સ્પૂન મરી પાવડર
૧ ચમચો તેલ
મીઠું સ્વાદ અનુસાર
રીત :-
ચોખા, દાળ તથા મેથી દાણાને અલગ અલગ પાણીમાં ૭ થી ૮ કલાક પલાળી રાખો. ત્યારબાદ દાળ – ચોખાને અલગ અલગ થોડું કરકરું ક્રશ કરો. બધું મિક્સ કરી મીઠું નાખી ખીરાને ૭ થી ૮ કલાક આથો લાવવા રાખી મૂકો.
આથો આવી જાય પછી બનાવતી વખતે ખીરામા પાણી ઉમેરી થોડું પાતળું કરો. અને એકાદ ચમચો તેલ ઉમેરો જેનાથી ઇદડા પોચા બનશે ત્યારબાદ ખીરાને થાળીમાં પાથરીને ઉપરથી મરી પાવડર છાંટી લો. હવે તેને ચડવા મૂકી દો અને તૈયાર થાય એટલે મોટા ટૂકડા પાડી ગરમ ગરમ પીરસો.
સ્વાદ માટે તેની ઉપર અહીં લાલ મરચાની ગળી ચટણી લગાવી છે…. સુરતમાં ઈદડાને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેની ઉપર માખણ, ચીઝ અને સેવ નાખીને ખવાય છે… જો કે લીલા મરચાં અને રાઈથી વઘારીને ઉપર કોથમીર છાંટીને પણ ટ્રાય કરી જોજો…
સ્વાદ ઉપરાંત તેનું પોષણમૂલ્ય પણ એટલું જ મહત્વનું છે, સવારના કે સાંજના નાસ્તા માટે ઈદડા એ સૌથી સહેલી અને પૌષ્ટિક વાનગી કહી શકાય
Read More »

કચોરી



સામગ્રી :-
૫૦૦ ગ્રામ લીલી તુવેરના દાણા
૧/૨   નાળિયેર લીલું અથવા સૂકું
૮ – ૧૦ લીલા મરચા
૧    ઇંચ આદુનો ટુકડો
૫ – ૬ લવિંગ
૨  ટુકડા તજ
૮ – ૧૦ મરી
ચપટી હીંગ
૧     ચમચી આખા ધાણા (અધકચરા ખાંડી લો)
૧    ચમચી વરિયાળી
૧     ચમચી તલ
૧     મોટા લીંબુનો રસ
૩     ટેબલસ્પૂન ખાંડ
૨     ટેબલસ્પૂન તેલ (મસાલા માટે)
મીઠું સ્વાદ પ્રમાણે 
પૂરી માટે :-
૩૦૦  ગ્રામ મેંદો
૪      ટેબલસ્પૂન તેલ
મીઠું
રીત :-
સૌ પ્રથમ તુવેરના દાણાને મિક્સર કે ચીલી કટરમાં ક્રશ કરી લો. ત્યારબાદ જાડા તળિયાવાળા પહોળા વાસણમાં અથવા ફ્રાઈંગપેનમાં તેલ મૂકી તેમાં હીંગનો વઘાર કરીને તજ, લવિંગ, ધાણા, વરિયાળી, તલ એક પછી એક ઉમેરો. બધું સહેજ સાંતળો અને તે પછી તેમાં કોપરુ અને આદુ મરચાની પેસ્ટ નાખી ફરી એકાદ  મિનિટ સુધી સાંતળો. હવે ક્રશ કરેલા તુવેરના દાણા નાખી બધો જ મસાલો મિક્સ કરી લો. સારી રીતે બધું ભળી જાય એટલે તેમાં ખાંડ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. હવે ૮ થી ૧૦ મિનિટ આ મિશ્રણને સતત હલાવતા રહો. પાણી બળી જાય અને મસાલો સહેજ કોરો પડવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લો. થોડું ઠંડું પડવા દો.  ઠંડું થાય પછી એના ગોળા બનાવી લો.
એક ઊંડા વાસણમાં મેંદો લઈ તેમાં જરૂર પ્રમાણે પાણી, મીઠું અને તેલ નાખી રોટલીના લોટથી સહેજ ઢીલો લોટ બાંધી લો. અને થોડીવાર તેને ઢાંકીને રાખો. પછી તેમાંથી જાડી પૂરીઓ વણી અને તુવેરના મિશ્રણના બનાવેલા ગોળાને મૂકીને કચોરી વાળી લો. ગરમ તેલમાં મૂકીને ધીમે તાપે તળી લો.
ટોમેટો કેચપ સાથે ગરમા ગરમ પીરસો.  જમવામાં કે નાસ્તામાં આ વાનગીને પેટભરીને ખાઈ શકાય છે.
બાળકો માટે થોડો સ્વાદ અને દેખાવ જુદો કરવા કચોરીને વચ્ચેથી બે ભાગમાં કાપી તેની ઉપર આમલીની ચટણી, દાડમના દાણા, ચાટ મસાલો અને આલુ સેવ ભભરાવીને આપી જુઓ.
Read More »

રતલામી સેવ




સામગ્રી :-
૫૦૦ ગ્રામ બેસન
૧૦૦ ગ્રામ તેલ મોણ માટે
૧/૨ ચમચી પાપડખાર
૧ ચમચી મીઠું
૧/૪ ચમચી હિંગ
૧ ચમચી સફેદ અથવા કાળા મરી પાવડર
૧ ચમચી લાલ મરચું
૧/૨ ચમચી અજમો
૧ લીંબુનો રસ
તળવા માટે તેલ
રીત :-
એક પહોળા વાસણમાં બેસન લઈ તેમાં મરી, મરચું, હીંગ, અજમો નાખી મિક્સ કરો. એક બાઉલમાં મીઠું, પાપડખાર, તેલ, અડધો કપ પાણી ભેગું કરી ફીણવું તે પાણીથી લોટ બાંધવો. રોટલીના લોટ જેવું રાખવું. જરૂર પડે વધારે પાણી લેવું.
સેવના સંચામાં ભરી ગરમ તેલમાં સેવ પાડવી.
Read More »

Tuesday 18 June 2013

આલૂ સેવ

સામગ્રી :- 

૫૦૦  ગ્રામ બટાકા
બેસન
૧/૨ ટી સ્પૂન સફેદ મરી પાવડર
મીઠું સ્વાદ અનુસાર
ચાટ મસાલો
તળવા માટે તેલ
રીત :-
સૌપ્રથમ બટાકાને બાફી લો. છાલ કાઢીને તેને ખમણી વડે છીણી નાખો જેથી તેના માવામાં કોઈ પણ ગાંઠ ના રહે.  હવે તેમાં બેસન ઉમેરતા જાવ અને મસળતા રહો,  ઢીલો લોટ બંધાય તેટલો બેસન ભેળવો  અને પછી તેમાં મીઠું અને તીખાશ માટે સફેદ મરી પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.  ( મરી પાવડરને મેંદાની ચાળણીથી ચાળીને ઉપયોગમાં લેવો જેથી સેવ પાડતી વખતે સંચાના કાણામાં મરીની કણીઓ ફસાય નહીં.)
હવે એક કડાઈમાં તેલને ગરમ કરવા મૂકો, તેલ એકદમ ગરમ થાય ત્યાર પછી જ તેમાં સેવ પાડો. અને તળતી વખતે ગેસને ધીમો ના કરવો. તેલ સહેજ પણ ઠંડુ ન પડે તેનું ધ્યાન રાખવું. તળાઈ જાય એટલે બહાર કાઢી ગરમ હોય ત્યાં સુધીમાં તેના પર ચાટ મસાલો છાંટી લો.
સરસ મજાનો ટેસ્ટી  નાસ્તો તૈયાર થશે. થો…ડોક વધુ તેલ વાળો પણ બહારના પેકેટવાળા નાસ્તા કરતા તો સો દરજ્જે સારો…
Read More »

ગાજરનો હલવો

સામગ્રી :-

૫૦૦   ગ્રામ ગાજર છીણેલા
૨૦૦    ગ્રામ ખાંડ
૧૦૦    ગ્રામ માવો અથવા મિલ્ક પાવડર
૨         ટે.સ્પૂન મલાઈ
૨૫૦   મિલી. ફુલ ક્રીમ મિલ્ક
૧         ટે.સ્પૂન ઘી
૨         ટે.સ્પૂન કાજુના ટુકડા
૧         ટે.સ્પૂન કિસમિસ
૧/૨     ટે.સ્પૂન એલચી પાવડર
રીત  :- 
સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી મૂકીને છીણેલા ગાજરને શેકી લો. ત્યારપછી તેમાં દૂધ નાખીને તેને ચડવા દો. વચ્ચે વચ્ચે આ મિશ્રણ હલાવતા રહો જેથી તળિયે બેસી ન જાય. હવે તેમાં ખાંડ અને મલાઈ ઉમેરીને હલાવો જ્યાં સુધી ખાંડનું પાણી બળી ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહો. થોડું ઘટ્ટ કરવા તેમાં માવો અથવા મિલ્ક પાવડર ઉમેરીને બધું જ સારી રીતે મિક્સ કરો. અને તેને એકદમ લચકા પડતું થાય ત્યાં સુધી ચડવા દો.
હવે તેમાં ઈલાયચી પાવડર મિક્સ કરી પ્લૅટમાં કે બાઉલમાં કાઢી લઈ ઉપરથી તેમાં કાજુના ટુકડા અને કિસમિસ નાખી પીરસો.
આ હલવો ઠંડો અને ગરમ બન્ને રીતે મજેદાર લાગે છે… આખરે તો પસંદ અપની અપની… ફ્રીજમાં મૂકેલો હલવો જરૂર પ્રમાણે કાઢીને અવનમાં ગરમ કરીને પણ પીરસી શકાય છે…
અને લૉ કૅલરી ડાયેટને ધ્યાનમાં રાખીને બનાવતા હો તો આમાંથી ફેટ ફેક્ટર્સ ઓછા કરી શકાય છે. જેમ કે દૂધ ફુલ ક્રીમ લેવાને બદલે સ્કિમ્ડ મિલ્ક લઈ શકો છો તે જ રીતે માવો કે મિલ્ક પાવડર પણ અવોઈડ કરી શકાય. ખાંડ ને બદલે અત્યારે બજારમાં મળતા સ્વીટનર્સ વાપરી શકાય છે…
Read More »

અડદિયા

સામગ્રી :-
૫૦૦ ગ્રામ અડદનો કરકરો લોટ
૫૦    ગ્રામ ઘી
૫૦    ગ્રામ દૂધ
૫૦૦ ગ્રામ ખાંડ૪૦૦ ગ્રામ ઘી
૨૦૦  ગ્રામ ગુંદર
૨૫૦ ગ્રામ કાજુ બદામ
૫૦    ગ્રામ સૂંઠ
૫૦    ગ્રામ ગંઠોડા પાવડર
૨૦     ગ્રામ એલચી પાવડર
૧૦     ગ્રામ પીપર પાવડર
૧૦     ગ્રામ મરી પાવડર
૧૦     ગ્રામ જાવંત્રી પાવડર

(સૂંઠ થી જાવંત્રી સુધીના મસાલાને બદલે તૈયાર અડદિયાનો મસાલો આવે છે તે ૧૨૫ ગ્રામ વાપરી શકાય)
રીત :-
૫૦ ગ્રામ ઘી ગરમ કરીને દૂધમાં ભેળવી અડદના લોટને ધાબો દઈને દબાવીને બે થી અઢી કલાક ઢાંકીને મૂકી રાખો. ત્યાર પછી એ લોટને ચોખાની ચાળણીમાંથી ચાળી લો. જેથી એમાં કણી ના રહી જાય.
હવે ૪૦૦ ગ્રામ ઘીમાં ગુંદર તળી લો અને એને સહેજ સહેજ ભાંગી નાખો. ત્યારબાદ વધેલા ઘીમાં લોટ નાખીને શેકો સતત હલાવતા રહીને લોટ જ્યાં સુધી લાઈટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકો. હવે ખાંડની એકતારી ચાસણી બનાવો અને ગરમ લોટમાં ભેળવીને હલાવતા રહો. પછી તેમાં તળીને ભાંગેલો ગુંદર, બધા જ મસાલા એક પછી એક ઉમેરો અને છેલ્લે કાજુ બદામની છીણ નાખી ગેસ પરથી ઉતારી લો. બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે મિશ્રણને મોટી પ્લેટ અથવા ચોકીમાં ઠારી લો.
લગભગ અડધી કલાક પછી તેના ચોરસ ટુકડા પાડી લો. અને સાવ ઠરી જાય પછી જ તેને પ્લેટમાંથી ઉપાડીને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો. શિયાળામાં આ સૌથી વધુ ખવાતું વસાણું છે.
અડદ, ગુંદર અને ઘી જેનો ગુણ સ્નિગ્ધ છે તે શરીરને માંસલ બનાવે છે.
Read More »

Monday 17 June 2013

Angoori Basudi અંગૂરી_બાસુદી


Read More »

Sunday 16 June 2013

Shrikhand

Prep Time: 5 hours
Cook Time: 5 hours
Total Time: 10 hours

shrikhand is actually Maharastrian Sweet/ Desert, but during summer or festival, shrikhand become part of Gujarati thali. It is easy to made delicious sweet.
Ingredients
  1. 500 gm Yogurt (fresh curd)
  2. 400 gm powder sugar
  3. 1 tsp cardamom powder
  4. 7-8 saffron strands
  5. 1 tbsp milk
  6. 1 tbsp Pistachio
Instructions
Hang fresh yogurt up to 4-5 hour. It also called Chakka.
Take 1 tbsp milk in a bowl.
Dissolve saffron strands in it.
Mix it well. Keep a side.
Then add sugar in yogurt (Chakka).
Beat very well till it become very smooth.
Now add cardamom powder in it.
Mix well and add saffron milk in it.
Stir it properly.
Garnish with pistachio.
Keep it in refrigerate at 4-5 hour before serve.
Serve with roti and puri.
Notes
Add more suger to make it more sweeter.

Read More »