Pages

Highlight Of Last Week

Search This Website

Friday 21 June 2013

કચોરી



સામગ્રી :-
૫૦૦ ગ્રામ લીલી તુવેરના દાણા
૧/૨   નાળિયેર લીલું અથવા સૂકું
૮ – ૧૦ લીલા મરચા
૧    ઇંચ આદુનો ટુકડો
૫ – ૬ લવિંગ
૨  ટુકડા તજ
૮ – ૧૦ મરી
ચપટી હીંગ
૧     ચમચી આખા ધાણા (અધકચરા ખાંડી લો)
૧    ચમચી વરિયાળી
૧     ચમચી તલ
૧     મોટા લીંબુનો રસ
૩     ટેબલસ્પૂન ખાંડ
૨     ટેબલસ્પૂન તેલ (મસાલા માટે)
મીઠું સ્વાદ પ્રમાણે 
પૂરી માટે :-
૩૦૦  ગ્રામ મેંદો
૪      ટેબલસ્પૂન તેલ
મીઠું
રીત :-
સૌ પ્રથમ તુવેરના દાણાને મિક્સર કે ચીલી કટરમાં ક્રશ કરી લો. ત્યારબાદ જાડા તળિયાવાળા પહોળા વાસણમાં અથવા ફ્રાઈંગપેનમાં તેલ મૂકી તેમાં હીંગનો વઘાર કરીને તજ, લવિંગ, ધાણા, વરિયાળી, તલ એક પછી એક ઉમેરો. બધું સહેજ સાંતળો અને તે પછી તેમાં કોપરુ અને આદુ મરચાની પેસ્ટ નાખી ફરી એકાદ  મિનિટ સુધી સાંતળો. હવે ક્રશ કરેલા તુવેરના દાણા નાખી બધો જ મસાલો મિક્સ કરી લો. સારી રીતે બધું ભળી જાય એટલે તેમાં ખાંડ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. હવે ૮ થી ૧૦ મિનિટ આ મિશ્રણને સતત હલાવતા રહો. પાણી બળી જાય અને મસાલો સહેજ કોરો પડવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લો. થોડું ઠંડું પડવા દો.  ઠંડું થાય પછી એના ગોળા બનાવી લો.
એક ઊંડા વાસણમાં મેંદો લઈ તેમાં જરૂર પ્રમાણે પાણી, મીઠું અને તેલ નાખી રોટલીના લોટથી સહેજ ઢીલો લોટ બાંધી લો. અને થોડીવાર તેને ઢાંકીને રાખો. પછી તેમાંથી જાડી પૂરીઓ વણી અને તુવેરના મિશ્રણના બનાવેલા ગોળાને મૂકીને કચોરી વાળી લો. ગરમ તેલમાં મૂકીને ધીમે તાપે તળી લો.
ટોમેટો કેચપ સાથે ગરમા ગરમ પીરસો.  જમવામાં કે નાસ્તામાં આ વાનગીને પેટભરીને ખાઈ શકાય છે.
બાળકો માટે થોડો સ્વાદ અને દેખાવ જુદો કરવા કચોરીને વચ્ચેથી બે ભાગમાં કાપી તેની ઉપર આમલીની ચટણી, દાડમના દાણા, ચાટ મસાલો અને આલુ સેવ ભભરાવીને આપી જુઓ.

No comments:

Post a Comment