સામગ્રી - કાકડી, ટામેટા, ડુંગળી, મીઠુ આમાં લીંબૂનો રસ નાખીને તેને અલગ મૂકો.
કોલ સ્લેને માટે - અડધુ કપ માયોની, ચીજ સ્પ્રેડ, ક્રીમ, ઝીણી સમારેલી કોબીજ, બે ચમચી ઝીણુ સમારેલુ ગાજર, મીઠુ, કાળા મરી, લીંબૂનો રસ.
ટિકિયા માટે - 2 થી 3 બાફેલા મસળેલા બટાકા, 1 ડુંગળી ઝીણી સમારેલી, 2 થી 3 લીલાં મરચા કાપેલા, ઝીણી સમારેલી શાકભાજીઓ. મીઠુ, લાલ મરચું, ટોમેટો સોસ, ચીલી સોસ, 2-3 ચમચી બાફેલી નૂડલ્સ, 4 થી 5 ચમચી બ્રેડનો ભૂકો.
સજાવવા માટે - ચીજ, સાલીસ, સલાડના પાન, બટાકાની વેફર્સ.
વિધિ - સૌથી પહેલા બર્ગર સ્લાઈડ કરો અને તેના પર માખણ નાખીને તેને થોડુ નરમ કરો. કોલ સ્લેના બધા મિશ્રણને જુદી જુદી મુકો. ટિકિયાને માટે બે ચમચી તેલ લો. તેને પેનમાં તપાવો.
ઝીણી સમારેલી ડુંગળી અને બધુ મિશ્રણ ભેળવો. ઠંડુ કરો અને ટિકિયાને આકાર આપો. તવા પર સાધારણ તળો. જુદા મુકો. બર્ગરના બેસ પર ટોમેટો સોસ કે મસ્ટર્ડ સોસ ફેલાવો. ચીજ સ્લાઈસ કરો. તેના પર સલાડના પાન સજાવો.
તેના પર ટિકિયા, ક્લો સ્લો મૂકો. કાકડી, ટામેટા અને ડુંગળીને મૂકો, પછી બર્ગર મૂકો. ટૂથપિક મૂકો અને પોટેટો ચિપ્સ સાથે મિક્સ પરોસો.
No comments:
Post a Comment