Pages

Highlight Of Last Week

Search This Website

Tuesday 18 June 2013

અડદિયા

સામગ્રી :-
૫૦૦ ગ્રામ અડદનો કરકરો લોટ
૫૦    ગ્રામ ઘી
૫૦    ગ્રામ દૂધ
૫૦૦ ગ્રામ ખાંડ૪૦૦ ગ્રામ ઘી
૨૦૦  ગ્રામ ગુંદર
૨૫૦ ગ્રામ કાજુ બદામ
૫૦    ગ્રામ સૂંઠ
૫૦    ગ્રામ ગંઠોડા પાવડર
૨૦     ગ્રામ એલચી પાવડર
૧૦     ગ્રામ પીપર પાવડર
૧૦     ગ્રામ મરી પાવડર
૧૦     ગ્રામ જાવંત્રી પાવડર

(સૂંઠ થી જાવંત્રી સુધીના મસાલાને બદલે તૈયાર અડદિયાનો મસાલો આવે છે તે ૧૨૫ ગ્રામ વાપરી શકાય)
રીત :-
૫૦ ગ્રામ ઘી ગરમ કરીને દૂધમાં ભેળવી અડદના લોટને ધાબો દઈને દબાવીને બે થી અઢી કલાક ઢાંકીને મૂકી રાખો. ત્યાર પછી એ લોટને ચોખાની ચાળણીમાંથી ચાળી લો. જેથી એમાં કણી ના રહી જાય.
હવે ૪૦૦ ગ્રામ ઘીમાં ગુંદર તળી લો અને એને સહેજ સહેજ ભાંગી નાખો. ત્યારબાદ વધેલા ઘીમાં લોટ નાખીને શેકો સતત હલાવતા રહીને લોટ જ્યાં સુધી લાઈટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકો. હવે ખાંડની એકતારી ચાસણી બનાવો અને ગરમ લોટમાં ભેળવીને હલાવતા રહો. પછી તેમાં તળીને ભાંગેલો ગુંદર, બધા જ મસાલા એક પછી એક ઉમેરો અને છેલ્લે કાજુ બદામની છીણ નાખી ગેસ પરથી ઉતારી લો. બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે મિશ્રણને મોટી પ્લેટ અથવા ચોકીમાં ઠારી લો.
લગભગ અડધી કલાક પછી તેના ચોરસ ટુકડા પાડી લો. અને સાવ ઠરી જાય પછી જ તેને પ્લેટમાંથી ઉપાડીને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો. શિયાળામાં આ સૌથી વધુ ખવાતું વસાણું છે.
અડદ, ગુંદર અને ઘી જેનો ગુણ સ્નિગ્ધ છે તે શરીરને માંસલ બનાવે છે.

No comments:

Post a Comment