Pages

Search This Website

Thursday 19 September 2013

Paneer butter masala


Paneer butter masala – soft succulent paneer – cottage cheese cubes
 in a creamy tomato based gravy.

Ingredients
  • 200 or 250 gms paneer/cottage cheese, cubed or diced
  • 2 tbsp cashew – soaked if you have time and then ground
  •  with some water to a smooth paste. if less time, then just grind the cashews to a smooth paste.
  • 4-5 medium size tomatoes – pureed
  • 1 or 2 green chili, slit (reserve a few for garnishing)
  • 1 inch ginger and 3-4 garlic – crushed or ground in a mortar & pestle
  • 1 inch ginger – julienned (reserve a few for garnishing)
  • 1 tbsp oil + 1 or 2 tbsp butter
  • 1 tsp kasuri methi/dry methi leaves
  • ½ tsp red chili powder
  • 1 tsp garam masala or tandoori masala
  • 1 bay leaf/tej patta
  • 1.5 cups water
  • a few coriander/cilantro leaves for garnishing (optional)
  • salt and sugar as required – check notes below for adding sugar
Instructions
  1. heat oil and butter in a pan.
  2. add bay leaf and fry for some 10-15 seconds or till the oil become fragrant.
  3. add ginger-garlic paste and fry till the raw aroma disappears.
  4. add the tomato puree and stir well.
  5. add red chili powder after 2-3 mins and stir again.
  6. saute till the oil starts to leave the sides of the tomato paste.
  7. add cashew paste and stir well.
  8. saute the cashew paste till the oil begins to leave the sides of the masala paste.
  9. add water and stir.
  10. simmer on a low flame.
  11. add julienned ginger and green chilies, salt and sugar and simmer
  12.  till the curry begins to thicken.
  13. add the paneer cubes and cook them for 2-3 minutes till they become soft.
  14. don’t cook for a long time as the paneer will become dense.
  15. lastly add crushed kasuri methi/dry fenugreek leaves & garam masala. stir.
  16. garnish paneer butter masala with coriander leaves and serve 
  17. paneer butter masala hot with plain naan, garlic naan,
  18.  rotis or steamed basmati or jeera rice. side accompaniments 
  19. can be onion-lemon salad or some pickle
Read More »

Tuesday 10 September 2013

ટેસ્ટફુલ ખમણ



સામગ્રી - 
ચણાનો લોટ 100 150 ગ્રામ, સાજીના ફૂલ અડધી ચમચી, લીંબુના ફૂલ એક ચપટી, મીઠું સ્વાદ મુજબ. 

વઘાર માટે : તેલ - ચાર ચમચી, રાઈ અડધી ચમચી, સૂકા લાલ મરચા, લીમડો, હિંગ-ચપટી, અડધો કપ પાણી, એક ચમચી ખાંડ, લાલ મરચું - એક ચમચી, સમારેલા ધાણા.

બનાવવાની રીત : ચણાના લોટમાં લીંબુના ફૂલ, મીઠું નાખી પાણીથી મિડિયમ ખીરુ બનાવવું. પાતળું થાય નહી તેનેઉ ધ્યાન રાખવુ . છેલ્લે સાજી ફૂલ નાંખી એકદમ હલાવવી ખમણના સાંચામાં તેલ લગાવી પાથરી દેવુ. એક કઢાઈમાં અથવા કૂકરમાં પાણી ઉકાળવા મુકવુ. ખમણની થાળી મુકી 15 મિનિટ થવા દેવુ. પછી ખમણ ઠંડા થયા બાદ પીસ કરવા કઢાઈમં તેલ ગરમ કરી તેમાં રાય કકડાવવી ત્યાર બાદ હિંગ તથા લીમડો અને સુકા મરચાં નાંખવા. અડધો કપ પાણીમાં ખાંડ નાંખી. મિક્સ કરી તે વઘારમાં નાંખવું. આ વઘાર ઉકળે ત્યાર બાદ ખમણ ના પીસમાં નાંખી હલાવવું. ધાણાથી સજાવવી સર્વ કરવા.
Read More »

Thursday 5 September 2013

વેજ બર્ગર -Veg Burger





સામગ્રી - કાકડી, ટામેટા, ડુંગળી, મીઠુ આમાં લીંબૂનો રસ નાખીને તેને અલગ મૂકો. 
કોલ સ્લેને માટે - અડધુ કપ માયોની, ચીજ સ્પ્રેડ, ક્રીમ, ઝીણી સમારેલી કોબીજ, બે ચમચી ઝીણુ સમારેલુ ગાજર, મીઠુ, કાળા મરી, લીંબૂનો રસ. 

ટિકિયા માટે - 2 થી 3 બાફેલા મસળેલા બટાકા, 1 ડુંગળી ઝીણી સમારેલી, 2 થી 3 લીલાં મરચા કાપેલા, ઝીણી સમારેલી શાકભાજીઓ. મીઠુ, લાલ મરચું, ટોમેટો સોસ, ચીલી સોસ, 2-3 ચમચી બાફેલી નૂડલ્સ, 4 થી 5 ચમચી બ્રેડનો ભૂકો. 

સજાવવા માટે - ચીજ, સાલીસ, સલાડના પાન, બટાકાની વેફર્સ. 

વિધિ - સૌથી પહેલા બર્ગર સ્લાઈડ કરો અને તેના પર માખણ નાખીને તેને થોડુ નરમ કરો. કોલ સ્લેના બધા મિશ્રણને જુદી જુદી મુકો. ટિકિયાને માટે બે ચમચી તેલ લો. તેને પેનમાં તપાવો. 

ઝીણી સમારેલી ડુંગળી અને બધુ મિશ્રણ ભેળવો. ઠંડુ કરો અને ટિકિયાને આકાર આપો. તવા પર સાધારણ તળો. જુદા મુકો. બર્ગરના બેસ પર ટોમેટો સોસ કે મસ્ટર્ડ સોસ ફેલાવો. ચીજ સ્લાઈસ કરો. તેના પર સલાડના પાન સજાવો. 

તેના પર ટિકિયા, ક્લો સ્લો મૂકો. કાકડી, ટામેટા અને ડુંગળીને મૂકો, પછી બર્ગર મૂકો. ટૂથપિક મૂકો અને પોટેટો ચિપ્સ સાથે મિક્સ પરોસો.
Read More »

Wednesday 4 September 2013

ચીઝ સેંડવિચ




સામગ્રી - 4 બ્રેડ સ્લાઈસ, 1/4 કપ છીણેલુ ચીઝ, 1 ટેબલ સ્પૂન સમારેલી ડુંગળી, 1 ટેબલ સ્પૂન સમારેલા ટામેટા, સ્વાદમુજબ મીઠુ, 2 ટી સ્પૂન બટર, 1 ટેબલ સ્પૂન લીલી ચટણી. 

બનાવવાની રીત - ચીઝમાં લીલી ચટણી, મીઠુ સારી રીતે મિક્સ કરો.
 એક બ્રેડ સ્લાઈસ લો. તેના પર ચીઝ સારી રીતે ચોપડો.
 તેના પર ડુંગળી, ટામેટા નાખો. ઉપરથી બીજી બ્રેડ સ્લાઈસ મુકો.
 આ રીતે એક વધુ સેંડવિચ બનાવી લો. તેને બટર લગાવીને ટોસ્ટરમાં સેકી લો.
 ગરમા ગરમ ચીઝ સેંડવિચ ટોમેટો સોસ સાથે સર્વ કરો.
Read More »

Tuesday 3 September 2013

લીલા વટાણાના થેપલા









સામગ્રી - 250 ગ્રામ ઘઉંનો લોત, 250 ગ્રામ વટાણા, મીઠુ, મરચુ, હળદર, લીલા ધાણા, ખાંડ, બેસન સ્વાદમુજબ મોણ માટે અને સેકવા માટે તેલ. 

બનાવવાની રીત - મટરને મિક્સરમાં અધકચરા વાટી લો.. કડાહીમાં બે ચમચી તેલ નાખીને વાટેલા વટાણા અને બધા મસાલા નાખીને ભરવાનુ મિશ્રણ તૈયાર કરો

લોટમાં મીઠુ અને તેલનું મોણ નાખીને લોટ બાંધી લો. તેના લૂઆ બનાવીને થોડુ વણીને તેમા ભરાવન ભરીને વણી લો. આ થેપલાને તવા પર તેલ લગાવીને સેકો અને ગરમાગરમ પીરસો.
Read More »

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નુડલ્સ ભેલ



સામગ્રી : 100 ગ્રામ મસાલા નૂડલ્સ, 100 ગ્રામ મગ, મઠ, ચણા (ફણગાવેલા), 50 ગ્રામ લાંબા કાપેલા સીમલા મરચા, 25 ગ્રામ સાંતળેલી મગફળી, 2 મોટી ચમચી છીણેલું નારિયેળ,
 એક નાની ચમચી લાલ મરચાનો પાવડર, અડધી ચમચી રાઇ,
 2 બારીક કાપેલા લીલા મરચાં, 5થી 6 લીમડાના પત્તા,
 1 ઝીણી સમારેલી ડુંગળી, 2 ચમચી ઝીણી કાપેલી કોથમીર, 
મીઠું અને લીંબુ - સ્વાદાનુસાર અને એક મોટી ચમચી તેલ. 

બનાવવાની રીત: ફ્રાય પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઇ નાંખો,
 રાઈના દાણા ફૂટવા લાગે એટલે તેમાં ડુંગળી નાંખો.
 ડુંગળી સામાન્ય બદામી રંગ પકડલા લાગે એટલે 
તેમાં લીમડો અને લીલું મરચું નાંખી દો. 
પછી તેમાં અલગથી ઉકળેલા ફણગાવેલા દાણા અને નૂડલ્સ નાંખો.
 લાલ મરચું, મગફળી અને મીઠું નાંખી તેને ચઢવા દો. બાદમાં તેમાં સિમલા મરચું, કોથમીર, લીંબુનો રસ, નારિયેળ મિક્સ કરો. 5 મિનિટ પછી ગેસ પરથી ઉતારી લો અને ગરમગરમ સર્વ કરો.
Read More »

Monday 2 September 2013

સ્વીટ કોર્ન ઢોકળા




સામગ્રી : 2, સ્વીટ કોર્ન, 1 કપ સોજી, 1 કપ દહીં, 3/4 નાની ચમચી મીઠું, 1 ઇંચનું આદું-પીસેલું, 1 લીંબુ, 3/4 નાની ચમચી ઈનો પાવડર, 2-3 ટેબલસ્પૂન તેલ, 1 નાની ચમચી રાઈ, 10-12 લીમડાના પત્તા, 1-2 કાપેલા લીલા મરચાં, બારીક કાપેલી કોથમીર.

બનાવવાની રીત : દહીંને ફેંટીને સોજીનો લોટ તેમાં સારી રીતે મિક્સ કરી લો. સ્વીટ કોર્નને ક્રશ કરી તેનું ક્રીમ જેવું મિશ્રણ તૈયાર કરી લો. દહીં અને સોજીના મિશ્રણમાં સ્વીટ કોર્ન ક્રીમ, મીઠું અને આદુંની પેસ્ટ મિક્સ કરી લો. મિશ્રણમાં લીંબુનો રસ નીચોવી દો. બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઇ જાય એટલે 5 મિનિટ માટે રહેવા દો.

ઢોકળા રાંધવા માટે એક એવું વાસણ લો જેની અંદર ઢોકળાની થાળી મૂકી શકો. વાસણમાં અઢી કપ પાણી નાંખી ગરમ કરો. પાણીમાં જાળીવાળું સ્ટેન્ડ મૂકો જેની ઉપર તમે ઢોકળાની થાળી મૂકી શકો. વાસણને ઢાંકી દો જેથી તેમાં ઝડપથી વરાળ બનવાની શરૂ થાય. બીજી તરફ થાળીમાં તેલ ચોપડી ચીકણી કરો.
Read More »

Nov Veg-Food

Read More »