Pages

Highlight Of Last Week

Search This Website

Tuesday 3 September 2013

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નુડલ્સ ભેલ



સામગ્રી : 100 ગ્રામ મસાલા નૂડલ્સ, 100 ગ્રામ મગ, મઠ, ચણા (ફણગાવેલા), 50 ગ્રામ લાંબા કાપેલા સીમલા મરચા, 25 ગ્રામ સાંતળેલી મગફળી, 2 મોટી ચમચી છીણેલું નારિયેળ,
 એક નાની ચમચી લાલ મરચાનો પાવડર, અડધી ચમચી રાઇ,
 2 બારીક કાપેલા લીલા મરચાં, 5થી 6 લીમડાના પત્તા,
 1 ઝીણી સમારેલી ડુંગળી, 2 ચમચી ઝીણી કાપેલી કોથમીર, 
મીઠું અને લીંબુ - સ્વાદાનુસાર અને એક મોટી ચમચી તેલ. 

બનાવવાની રીત: ફ્રાય પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઇ નાંખો,
 રાઈના દાણા ફૂટવા લાગે એટલે તેમાં ડુંગળી નાંખો.
 ડુંગળી સામાન્ય બદામી રંગ પકડલા લાગે એટલે 
તેમાં લીમડો અને લીલું મરચું નાંખી દો. 
પછી તેમાં અલગથી ઉકળેલા ફણગાવેલા દાણા અને નૂડલ્સ નાંખો.
 લાલ મરચું, મગફળી અને મીઠું નાંખી તેને ચઢવા દો. બાદમાં તેમાં સિમલા મરચું, કોથમીર, લીંબુનો રસ, નારિયેળ મિક્સ કરો. 5 મિનિટ પછી ગેસ પરથી ઉતારી લો અને ગરમગરમ સર્વ કરો.

No comments:

Post a Comment