સામગ્રી
-બે કપ પૌઆ
-પા ટીસ્પૂન હળદર
-મીઠું સ્વાદ અનુસાર
પેસ્ટ માટે
-પા કપ નાળિયેરની છીણ
-બે નંગ લીલા મરચાં
-પોણો કપ કોથમીર સમારેલી
-દોઢ ટીસ્પૂન લીંબુનો રસ
-અડધી ટીસ્પૂન રસમ પાઉડર
-એક ટીસ્પૂન ખાંડ
વઘાર માટે
-અડધી ટીસ્પૂન રાઈ
-એક ટીસ્પૂન અડદની દાળ
-અડધા ઈંચનો તજનો ટુકડો
-એક ડાળખી મીઠો લીમડો
-એક ચપટી હિંગ
-દોઢ ટીસ્પૂન તેલ
રીત
સૌપ્રથમ પૌઆને સાફ કરીને ધોઈને નિતરવા મૂકી દો. હવે પેસ્ટ માટે નાળિયેર, કોથમીર, લીલા મરચાં, લીંબુનો રસ, ખાંડ, રસમ પાઉડર અને મીઠુંને મિક્સર જારમાં લઈને બરાબર મિક્સ કરી લો. તેમાં જરૂર લાગે તો ત્રણથી ચાર ચમચી પાણી ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને પૌઆમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં અડદની દાળ અને તજનો ટુકડો ઉમેરીને સાંતળો. દાળ લાલ રંગની થાય એટલે તેમાં મીઠો લીમડો, હિંગ અને હળદર ઉમેરીને થોડીક સેકેન્ડ માટે સાંતળો. ત્યારબાદ તેમાં પૌઆ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. થોડીક મિનિટ માટે સાંતળ્યા બાદ ગેસ બંધ કરી દો. ગરમા-ગરમ પૌઆને સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો.
Very useful https://homyopethic.blogspot.com/2018/08/blog-post_31.html
ReplyDelete