Pages

Highlight Of Last Week

Search This Website

Monday 19 August 2013

ચણા મસાલા

સામગ્રી:


1 કપ કાબૂલી ચણા
1 ડુંગળી
1 ટમેટું
1 લીલું મરચું
4-5 કળી લસણ
આદુનો એક ઈંચનો ટુકડો
2-3 તમાલ પત્ર
1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
1/2 ટીસ્પૂન હળદર પાવડર
1 ટીસ્પૂન ધાણા પાવડર
1 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર
1 ટીસ્પૂન લીલી ચાના પાન
3 ટેબલસ્પૂન વેજીટેબલ તેલ
મીઠું સ્વાદ અનુસાર
ગાર્નિશ કરવા માટે લીલા ધાણા

રીત:

- કાબૂલી ચણાને આખી રાત પાણીમાં પલાળીને રાખો.

- એક સફેદ કપડાંનો ટુકડો લો. તેમાં વચ્ચેના ભાગે લીલી ચાના પાન મૂકીને કપડાંને વાળી લો અને તેને બાંધી લો. હવે કાબૂલી ચણા અને કપડામાં વિંટેલી ચાના પાનને પ્રેશર કૂકરમાં બાફી લો. આમ કરવાથી ચણા પર બ્રાઉન કલર આવી જશે. તમે ઈચ્છો તો ચાની ભૂકી પણ લઈ શકો છો.

- હવે ડુંગળી, ટમેટા અને લીલા મરચાને ઝીણા સમારી લો. આદુ-લસણને પીસીને તેની પેસ્ટ બનાવી લો.

- એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં તમાલ પત્ર ઉમેરી 30 સેકન્ડ માટે સાંતળો. તૈયાર કરેલ પેસ્ટ ઉમેરીને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુંધી સાંતળતા રહો. (જ્યારે ગ્રેવી પાકી જશે ત્યારે તેમાંથી તેલ છૂટું પડવા લાગશે.)

- તેમાં લાલ મરચાંનો પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરીને 2-3 મિનીટ સુધી પાકવા દો.

- હવે તેમાં પાણી ઉમેરીને જરૂર પ્રમાણે ઘટ્ટ ગ્રેવી પાકવા દો. તેને ઉકળવા દો.

- અંતમાં તેમાં બાફેલા ચણા ઉમેરો. બાફેલા ચણાનુ પાણી પણ તેમાં ઉમેરો પણ ચા બાંધેલુ કપડુ દૂર કર્યા પછી જ. હવે ચણા મસાલાને 5-7 મિનીટ સુધી મધ્યમ આંચ પર પાકવા દો.

- લીલા ધાણાં સાથે ગાર્નિશ કરીને પરોઠા કે જીરા રાઈસ સાથે સર્વ કરો

No comments:

Post a Comment