Pages

Highlight Of Last Week

Search This Website

Monday 19 August 2013

સેવ ટમેટા

સામગ્રી:


1 કપ સેવ
3 મધ્યમ કદના ટમેટા
1 ડુંગળી, સમારેલી
1/2 ટીસ્પૂન આદુ, છીણેલુ
1 લીલુ મરચું
1 ટીસ્પૂન ગમર મસાલો
મીઠું, સ્વાદ અનુસાર
1/2 ટીસ્પૂન રાયના દાણા
1/2 ટીસ્પૂન જીરુ
હીંગ, એક ચપટી
1/2 ટીસ્પૂન હળદર પાવડર
1/2 ટીસ્પૂન જીરુ પાવડર
2 ટીસ્પૂન તેલ

રીત:

- એક પેનમાં તેલ ગરમ કરો.

- તેમાં જીરુ,રાય, હીંગ અને લીલા મરચાં ઉમેરો.

- તેમાં સમારેલી ડુંગળી અને આદુ ઉમેરો.

- ડુંગળી લાઈટબ્રાઉન થઈ જાય અને તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં સમારેલા ટમેટા ઉમેરો.

- તેમાં ગરમ મસાલો, જીરૂ પાવડર, હળદર અને મીઠું ઉમેરો.

- એક કપ પાણી ઉમેરીને 10 મિનીટ સુધી પાકવા દો.

- ગ્રેવી તૈયાર થઈ જાય ત્યારે તેના પર સેવ ભભરાવી ગરમા ગરમ સર્વ કરો

No comments:

Post a Comment