સામગ્રી :-
૨૫૦ ગ્રામ પૌંઆ
૫૦ ગ્રામ દાળિયા
૫૦ ગ્રામ સીંગદાણા
૧ ટે. સ્પૂન કાજુ
૧ ટે. સ્પૂન કિસમિસ
૧ ટી સ્પૂન વરિયાળી
૧ ટી સ્પૂન તલ
તળવા માટે તેલ
હિંગ ચપટી (નાખવી હોય તો)
૧/૨ ટી સ્પૂન હળદર
૧૦ ૧૨ મીઠા લીમડાના પાન
૧ ટી સ્પૂન મરચું
૨ ટે. સ્પૂન ખાંડ
૧/૪ ટી સ્પૂન લીંબુના ફૂલ વાટીને
૧/૪ ટી સ્પૂન સંચળ
મીઠું સ્વાદ પ્રમાણે
૫૦ ગ્રામ દાળિયા
૫૦ ગ્રામ સીંગદાણા
૧ ટે. સ્પૂન કાજુ
૧ ટે. સ્પૂન કિસમિસ
૧ ટી સ્પૂન વરિયાળી
૧ ટી સ્પૂન તલ
તળવા માટે તેલ
હિંગ ચપટી (નાખવી હોય તો)
૧/૨ ટી સ્પૂન હળદર
૧૦ ૧૨ મીઠા લીમડાના પાન
૧ ટી સ્પૂન મરચું
૨ ટે. સ્પૂન ખાંડ
૧/૪ ટી સ્પૂન લીંબુના ફૂલ વાટીને
૧/૪ ટી સ્પૂન સંચળ
મીઠું સ્વાદ પ્રમાણે
રીત :-
એક કડાઈમાં તેલ મૂકી તેમાં દાળિયા, સીંગદાણા, કાજુ, કિસમિસ તળીને એક બાજુએ રાખો. હવે તે જ તેલમાં પૌંઆ તળી લો. તળાઈ જાય એટલે તેમાં દાળિયા, સીંગદાણા, કાજુ, કિસમિસ ભેળવી દો.
ત્યારબાદ વઘાર માટે બે ટી સ્પૂન તેલ મૂકી તેમાં હિંગ, લીમડાના પાન, વરિયાળી, તલ, હળદર, લાલ મરચું નાખીને વઘાર તૈયાર કરી તળેલા પૌંઆ પર રેડીને ઝડપથી સારી રીતે મિક્સ કરી દો. ઉપરથી વાટેલી ખાંડ, મીઠું, સંચળ અને વાટેલા લીંબુના ફૂલ આ બધું એક બાઉલમાં ભેળવીને પૌંઆમાં મિક્સ કરી લો. અને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.
નાસ્તામાં આ પૌંઆ મીઠાઈ કે ચા-કોફી સાથે ખાવાની મજા આવશે…
No comments:
Post a Comment