સામગ્રી :-
૧ કપ મગની બાફેલી દાળ
૧/૨ કપ ઝીણી સમારેલી પાલક
૨ કપ ઘઉંનો લોટ
લસણ મરચાની પેસ્ટ
હળદર, મીઠું, લાલ મરચા પાઉડર સ્વાદ પ્રમાણે
મોણમાં નાખવા તેલ
રીત :-
ઘઉંના લોટમાં મગની બાફેલી દાળનો લચકો, સમારેલી પાલક, લસણ મરચાની પેસ્ટ, મોણ માટે તેલ અને બીજો મસાલો ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં પાણી નાખતા જઈને સહેજ ઢીલો લોટ બાંધી લો. બંધાયેલા લોટને થોડી વાર માટે ઢાંકીને મૂકી દો.
હવે તેના લુઆ વાળીને જરાક જાડા એવા પરાઠા વણીને લોઢીમાં થોડું તેલ મૂકીને ધીમા તાપે શેકી લો.
આ તૈયાર પરાઠાને લીલી ચટણી કે દહીં સાથે પીરસો….
મગની દાળ અને પાલક બન્ને પોષણમૂલ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. સવારના બ્રેકફાસ્ટમાં કે સાંજના હળવા જમણમાં આ પરાઠા ખાવાની મજા આવશે…
No comments:
Post a Comment