સામગ્રી
પડ માટે
-400 ગ્રામ ચણાનો લોટ
-100 ગ્રામ ઘઉંનો લોટ
-મીઠું સ્વાદ મુજબ
-2 ચમચી મરચું
-1 ચમચી હળદર
-તેલ પ્રમાણ સર
ફીલિંગ માટે
-200 ગ્રામ ચણાનો લોટ
-100 ગ્રામ ઝીણી સેવ
-25 ગ્રામ સુકુ ટોપરું
-1 ટેબલસ્પૂન તલ
-1 ટેબલસ્પૂન ખસખસ
-1 ટેબલસ્પૂન ગરમ મસાલો
-1 ટેબલસ્પૂન ખાંડ
-1 ચમચી આમચૂર પાઉડર
-1 ચમચી ઘાણાજીરું
-મીઠું સ્વાદ મુજબ
ચટણી માટે
-50 ગ્રામ સીંગદાણા
-10 કળી લસણ
-1 ચમચો લાલ મરચું
-મીઠું સ્વાદ મુજબ
-ગોળ
રીત
ચટણીની બધી જ સામગ્રી મિક્સ કરીને તેને મિક્સરમાં બ્લેન્ડ કરી ચટણી બનાવી લો, જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું. ચણા અને ઘઉંનો લોટ ભેગો કરી લો. તેમાં મીઠું થોડી હળદર અને તેલનું મોણ નાખી કઠણ લોટ બાંધી લો. ચણાના લોટમાં મીઠું મરચું અને તેલનું મોણ નાખી ખીરું તૈયાર કરી પેનમાં તેલ મૂકી ભજિયાં તળી લેવા. ઠંડા પડે એટલે ખાંડી, ચાળી રવાદાર ભૂકો બનાવી લો. તેમાં ચણાની સેવ નાખવી, સુકું કોપરાનું છીણ ઉમેરો. આ ફીલિંગમાં શેકેલા તલ ખસખસ મીઠું ગરમ મસાલો ઉમેરો. ધાણાજીરું, ખાંડ અને આમચૂર પાઉડર પણ ઉમેરો. લોટમાંથી પાતળો મોટો રોટલો વણી લો. રોટલા પર ચટણી લગાવી મસાલો પાથરો. પછી તેનો સખત વીંટો વાળી કટકા કરી લો. આ કટકાને બરાબર દબાવી તેલમાં તળી લો તૈયાર છે ભાખરવડી