સામગ્રી : 10 બ્રેડ સ્લાઇસ, 600 ગ્રામ દૂધ(3-કપ), અડધો કપ ઘી, 100-150 ગ્રામ ખાંડ,
12-14 કાજુ, 8-10 બદામ, 6-7 ઇલાયચી.
બનાવવાની રીત : હલવો બનાવવા માટે ઘઉં કે મેંદો, કોઇપણ પ્રકારની બ્રેડ લઇ શકાય છે.
જો તમે ઇચ્છો તો મલ્ટીગ્રેન બ્રેડ પણ લઇ શકો છો.
દરેક પ્રકારની બ્રેડના હલવાનો સ્વાદ અલગ અલગ રહેશે.
બ્રેડને નાના-નાના ટૂકડામાં તોડી લો. પેનમાં 2 ચમચી ઘી નાંખીને ગરમ કરો.
ઘીમાં બ્રેડના ટૂકડા નાંખો. મધ્યમ અને ધીમી આંચે
બ્રેડના ટૂકડા સોનેરી રંગના થાય ત્યાંસુધી સાંતળી લો.
આ બ્રેડના ટૂકડામાં દૂધ અને ખાંડ નાંખી સતત હલાવતા રહો.
ચમચાથી દબાવીને બ્રેડના ટૂકડાને તોડી લો. તેમાં 2 ચમચી ઘી નાંખી
હલવો ચીકણો થાય ત્યાંસુધી રાંધો. થોડા કાજુ બાકી રાખી હલવામાં કાપેલા કાજુ,
બદામ અને ઇલાયચી નાંખી દો. બ્રેડનો હલવો તૈયાર છે.
હવે સર્વિંગ બાઉલમાં હલવો સર્વ કરી તેની ઉપર ઓગળેલુ ઘી અને કાજુ નાંખી ગાર્નિશિંગ કરો. ગરમા-ગરમ બ્રેડ હલવો પીરસો
No comments:
Post a Comment