જલેબી માટે
સામગ્રી :-
૨૦૦ ગ્રામ મેંદો
૫૦ ગ્રામ ચણાનો લોટ
૩૦૦ ગ્રામ ખાંડ
૨ ચમચા દહીં
૨ ચમચા ઘી (મોણ માટે)
૧/૨ ચમચી કેસર
ઘી અથવા તેલ તળવા માટે
૫૦ ગ્રામ ચણાનો લોટ
૩૦૦ ગ્રામ ખાંડ
૨ ચમચા દહીં
૨ ચમચા ઘી (મોણ માટે)
૧/૨ ચમચી કેસર
ઘી અથવા તેલ તળવા માટે
રીત :-
જલેબી બનાવવાના લગભગ ૨૪ કલાક પહેલાં એક મોટ વાસણ કે તપેલામાં નવશેકું પાણી
લઈ તેમાં દહીં તથા મેંદો નાખી આથો લાવવા માટે મૂકવું. આથો નાખતી વખતે મિશ્રણને ખૂબ જ ફીણવું.
તેમાં ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખવું.
હવે આ તપેલા કે વાસણ ઉપર કપડું બાંધીને તેને ગરમ – હૂંફાળી જગ્યા પર મૂકી રાખવું.
અને તેના પર થાળી ઢાંકી રાખવી. જ્યારે જલેબી બનાવવાની હોય તેની થોડી વાર
પહેલા ચણાનો લોટ ઉમેરો અને ઘીનું મોણ નાખો.
હવે ખાંડની એકતારી ચાસણી બનાવી તેમાં કેસર ઉમેરી દો. ત્યારબાદ
કડાઈમાં ઘી અથવા તેલ મૂકી અને તૈયાર કરેલા ખીરાને સંચા કે મશીનમાં ભરીને ગરમ
ઘી કે તેલમાં સીધી જ પાડી લો. બરાબર તળાઈ જાય એટલે બહાર કાઢીને ચાસણીમાં ડૂબાડી બન્ને
બાજુ ફેરવીને કાણાવાળી પ્લેટમાં કાઢતા જાઓ.
(ચાસણી નિતારવી હોય તો) અને ગરમ ગરમ ખાઓ અને ખવડાવો….
પાપડી ગાંઠીયા માટે
સામગ્રી :-
૨૫૦ ગ્રામ બેસન
૧/૪ ટી સ્પૂન ખાવાનો સોડા
ચપટી હિંગ
મીઠું સ્વાદ પ્રમાણે
તળવા માટે તેલ
૧/૪ ટી સ્પૂન ખાવાનો સોડા
ચપટી હિંગ
મીઠું સ્વાદ પ્રમાણે
તળવા માટે તેલ
રીત :-
સૌપ્રથમ પાણીમાં સોડા, હિંગ અને મીઠું નાખીને હલાવી લો. હવે તેમાં બેસન ઉમેરતા જાઓ. રોટલીના લોટથી ઢીલું એવું મિશ્રણ બનાવો. (ચમચાથી લઈ શકાય તેવું).
હવે કડાઈમાં તેલ ગરમ મૂકીને તેની ઉપર પાતળી પટ્ટીના કાણાંવાળો ઝારો ગોઠવીને તેના પર થોડો થોડો લોટ લઈને ઘસતા જઈને ગાંઠીયા પાડો. કડક તળાઈ જાય એટલે બહાર કાઢીને સંચળ, મરી પાવડર અને હિંગ પાવડર સ્વાદ પ્રમાણે એક બાઉલમાં ભેગા કરીને ગરમ ગરમ ગાંઠીયા પર છાંટતા જાઓ.
અને ગરમ ગરમ ગાંઠીયા અને જલેબીની મજા લ્યો
અને ગરમ ગરમ ગાંઠીયા અને જલેબીની મજા લ્યો
No comments:
Post a Comment