સામગ્રી : સીંગદાણા 200 ગ્રામ, કાજુ 50 ગ્રામ, બદામ 50 ગ્રામ, ઈલાયચી ચારથી પાંચ, કિશમિશ 10 ગ્રામ, ગોળ કે ખાંડ 200 ગ્રામ, ચોખ્ખુ ઘી 50 ગ્રામ.
બનાવવાની રીત : સીંગદાણા શેકીને તેના છાલટા કાઢી મિક્સરમાં વાટી લો. કાજુ બદામને અધકરચરા વાટી લો. હવે એક કઢાઈમાં ઘી નાખીને તેમા ગોળ નાખો ગોળ ફૂલે એટલે સીંગદાણા સહિત બધી સામગ્રી નાખીને હલાવો. એક થાળીમાં ઘી લગાવી આ મિશ્રણ પાથરી દો.
જો તમે ખાંડમાં બનાવવા માંગતા હોય તો ખાંડની એક તારી ચાસણી બનાવીને ઉપરોક્ત બધી સામગ્રી તેમા મિક્સ કરો. તમે આ મિશ્રણમાંથી લાડુ પણ બનાવી શકો છો.
No comments:
Post a Comment