Pages

Search This Website

Saturday, 31 August 2013

સેવ ઉસળ


સામગ્રી :- ૨     કપ વટાણા (સૂકા લીલા Dry green peas) ૨     બટાકા બાફેલા ૧૫  ગ્રામ આમલી                       ૩     ટેબલ સ્પૂન ગોળ / ખાંડ      (આમલી અને ગોળ/ખાંડને બદલે ગોળ આમલીનો જાડો રસો લઈ...


સામગ્રી :-
૨     કપ વટાણા (સૂકા લીલા Dry green peas)
૨     બટાકા બાફેલા
૧૫  ગ્રામ આમલી                     
૩     ટેબલ સ્પૂન ગોળ / ખાંડ      (આમલી અને ગોળ/ખાંડને બદલે ગોળ આમલીનો જાડો રસો લઈ શકાય તે વધુ સરળ રહે છે)
૪     ટેબલ સ્પૂન ગોળ આમલીનો જાડો રસો
૧/૨  ટેબલ સ્પૂન આદુ-મરચાની પેસ્ટ
૧/૨  ટી સ્પૂન હળદર
૧     ટી સ્પૂન લાલ મરચું
૧     ટી સ્પૂન  ધાણાજીરુ
૧/૨  ટી સ્પૂન રાઈ
૧/૨  ટી સ્પૂન જીરુ
ચપટી હિંગ
૩ લવિંગ
૧  નાનો ટુકડો તજ
મીઠું સ્વાદ પ્રમાણે
સર્વ કરતી વખતે :- 
૧   કપ બેસનની સેવ
૨   ડુંગળી ઝીણી સમારેલી
૨   ટેબલ સ્પૂન  લસણની ચટણી
૨   ટેબલ સ્પૂન  લીલી ચટણી
૨   ટેબલ સ્પૂન  મીઠી ચટણી 
રીત :- 
વટાણાને ૭ થી ૮ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યાર પછી કૂકરમાં ૫ થી ૬ વ્હીસલ વાગે ત્યાં સુધી બફાવા દો. (થોડા ફેંદાઈ જાય ત્યાં સુધી)  હવે એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ નાખી સહેજ તતડે એટલે તેમાં હીંગ અને તજ લવિંગનો વઘાર કરો. હવે તેમાં બાફેલા વટાણાને જે પાણીમાં બાફ્યા હોય તે પાણી સહિત તેમાં નાખો. બાફેલા બટાકાને પણ છૂંદીને તેમાં ઉમેરો. હવે એક પછી એક બધો જ મસાલો અને ગોળ આમલીનો રસો ઉમેરી લો  થોડી વાર હલાવો અને ત્યારબાદ ૧ ગ્લાસ પાણી ઉમેરી બધું જ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
હવે એક સર્વિંગ બાઉલમાં કાઢીને તેની ઉપર ઝીણી સમારેલી લીલી કોથમીર છાંટીને રાખો.
પીરસતી વખતે પ્લેટ કે પહોળા બાઉલમાં નાખી તેને ત્રણે ચટણીઓ (લસણની, લીલી અને ગળી ચટણી)  અને સેવ તથા ઝીણી સમારેલી ડુંગળી વડે સજાવીને આપો. આમ તો બ્રેડ કે પાંઉ સાથે પણ મજાથી ખાઈ શકાય છે.  
ખાવામાં ખૂબ જ ચટપટી આ વાનગી દરેક ઉંમરનાને ભાવે તેવી છે. સાથે સાથે વટાણા અને બટાકાને લીધે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર છે.
Read More »

Friday, 30 August 2013

જલેબી અને પાપડી ગાંઠીયા


જલેબી માટે સામગ્રી :- ૨૦૦ ગ્રામ મેંદો ૫૦ ગ્રામ ચણાનો લોટ ૩૦૦ ગ્રામ ખાંડ ૨ ચમચા દહીં ૨ ચમચા ઘી (મોણ માટે) ૧/૨ ચમચી કેસર ઘી અથવા તેલ તળવા માટે...


જલેબી માટે

સામગ્રી :-
૨૦૦ ગ્રામ મેંદો
૫૦ ગ્રામ ચણાનો લોટ
૩૦૦ ગ્રામ ખાંડ
૨ ચમચા દહીં
૨ ચમચા ઘી (મોણ માટે)
૧/૨ ચમચી કેસર
ઘી અથવા તેલ તળવા માટે
રીત :-
જલેબી બનાવવાના લગભગ ૨૪ કલાક પહેલાં એક મોટ વાસણ કે તપેલામાં નવશેકું પાણી
 લઈ તેમાં દહીં તથા મેંદો નાખી આથો લાવવા માટે મૂકવું. આથો નાખતી વખતે મિશ્રણને ખૂબ જ ફીણવું. 
તેમાં ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખવું.
હવે આ તપેલા કે વાસણ ઉપર કપડું બાંધીને તેને ગરમ – હૂંફાળી જગ્યા પર મૂકી રાખવું. 
અને તેના પર થાળી ઢાંકી રાખવી. જ્યારે જલેબી બનાવવાની હોય તેની થોડી વાર
 પહેલા ચણાનો લોટ ઉમેરો અને ઘીનું મોણ નાખો.
હવે ખાંડની એકતારી ચાસણી બનાવી તેમાં કેસર ઉમેરી દો. ત્યારબાદ
 કડાઈમાં ઘી અથવા તેલ મૂકી અને તૈયાર કરેલા ખીરાને સંચા કે મશીનમાં ભરીને ગરમ
 ઘી કે તેલમાં સીધી જ પાડી લો. બરાબર તળાઈ જાય એટલે બહાર કાઢીને ચાસણીમાં ડૂબાડી બન્ને
 બાજુ ફેરવીને કાણાવાળી પ્લેટમાં કાઢતા જાઓ.
 (ચાસણી નિતારવી હોય તો) અને ગરમ ગરમ ખાઓ અને ખવડાવો….
પાપડી ગાંઠીયા માટે
સામગ્રી :-
૨૫૦ ગ્રામ બેસન
૧/૪ ટી સ્પૂન ખાવાનો સોડા
ચપટી હિંગ
મીઠું સ્વાદ પ્રમાણે
તળવા માટે તેલ
રીત :-
સૌપ્રથમ પાણીમાં સોડા, હિંગ અને મીઠું નાખીને હલાવી લો. હવે તેમાં બેસન ઉમેરતા જાઓ. રોટલીના લોટથી ઢીલું એવું મિશ્રણ બનાવો. (ચમચાથી લઈ શકાય તેવું).
હવે કડાઈમાં તેલ ગરમ મૂકીને તેની ઉપર પાતળી પટ્ટીના કાણાંવાળો ઝારો ગોઠવીને તેના પર થોડો થોડો લોટ લઈને ઘસતા જઈને ગાંઠીયા પાડો. કડક તળાઈ જાય એટલે બહાર કાઢીને સંચળ, મરી પાવડર અને હિંગ પાવડર સ્વાદ પ્રમાણે એક બાઉલમાં ભેગા કરીને ગરમ ગરમ ગાંઠીયા પર છાંટતા જાઓ.
અને ગરમ ગરમ ગાંઠીયા અને જલેબીની મજા લ્યો
Read More »

Wednesday, 28 August 2013

બ્રેડનો હલવો




સામગ્રી : 10 બ્રેડ સ્લાઇસ, 600 ગ્રામ દૂધ(3-કપ), અડધો કપ ઘી, 100-150 ગ્રામ ખાંડ,
 12-14 કાજુ, 8-10 બદામ, 6-7 ઇલાયચી.

બનાવવાની રીત : હલવો બનાવવા માટે ઘઉં કે મેંદો, કોઇપણ પ્રકારની બ્રેડ લઇ શકાય છે.
 જો તમે ઇચ્છો તો મલ્ટીગ્રેન બ્રેડ પણ લઇ શકો છો. 
દરેક પ્રકારની બ્રેડના હલવાનો સ્વાદ અલગ અલગ રહેશે.
 બ્રેડને નાના-નાના ટૂકડામાં તોડી લો. પેનમાં 2 ચમચી ઘી નાંખીને ગરમ કરો.
 ઘીમાં બ્રેડના ટૂકડા નાંખો. મધ્યમ અને ધીમી આંચે 
બ્રેડના ટૂકડા સોનેરી રંગના થાય ત્યાંસુધી સાંતળી લો.

આ બ્રેડના ટૂકડામાં દૂધ અને ખાંડ નાંખી સતત હલાવતા રહો. 
ચમચાથી દબાવીને બ્રેડના ટૂકડાને તોડી લો. તેમાં 2 ચમચી ઘી નાંખી
 હલવો ચીકણો થાય ત્યાંસુધી રાંધો. થોડા કાજુ બાકી રાખી હલવામાં કાપેલા કાજુ,
 બદામ અને ઇલાયચી નાંખી દો. બ્રેડનો હલવો તૈયાર છે.
 હવે સર્વિંગ બાઉલમાં હલવો સર્વ કરી તેની ઉપર ઓગળેલુ ઘી અને કાજુ નાંખી ગાર્નિશિંગ કરો. ગરમા-ગરમ બ્રેડ હલવો પીરસો
Read More »

મોતીચુર લાડુ




સામગ્રી - 2 કપ ચણાનો લોટ, ત્રણ ચતુર્થાંશ કપ ખાંડ,
 ખાવાનો કેસરી રંગ (જો નાંખવો હોય તો) એક ચતુર્થાંશ ચમચી,
 2 કપ દેશી ઘી, બે ચમચી પીસેલી બદામ, અડધી ચમચી ઇલાયચી પાવડર.

બનાવવાની રીત - ચણાના લોટને પાણીમાં મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
 તેમાં કેસરી રંગ ઉમેરો. એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં
 બુંદી પાડવાના ઝારાની મદદથી બુંદી પાડી તળી લો. એક અલગ
 કઢાઈમાં બરાબર માત્રામાં પાણી અને ખાંડ મિક્સ કરી એક તારની ચાસણી તૈયાર કરો. 
તેમાં બુંદી અને બદામ તેમજ ઇલાયચી પાવડર નાંખો અને સારી રીતે મિક્સ કરો.
 યાદ રાખો, ચાશણી એટલી બધી ન હોય કે તેમાં બુંદી ડૂબી જાય.
 ચાશણી અને બુંદીનું મિશ્રણ ઘટ્ટ રહેવું જોઇએ જેથી લાડુ વાળી શકાય.
 હવે આ મિશ્રણ સામાન્ય ઠંડુ પડે એટલે તેમાંથી ઇચ્છો 
તેટલી નાની કે મોટી સાઇઝમાં લાડુ વાળી લો.
 તો તૈયાર છે તમારા મોતીચુરના લાડુ. 
આ ગણેશચતુર્થીના રોજ ગણપતિ બાપ્પાને તમારા હાથે બનાવેલા મોતીચુર લાડુ જમાડી ખુશ કરી દો.
Read More »

Monday, 26 August 2013

Paneer paratha

I

ngredients:

For stuffing:

100 gm grated Paneer
1 finely chopped Onion
10 finely chopped mint leaves 
2 finely chopped green Chilies
1 tsp chat masala
Salt to taste 
Butter /ghee for shallow-frying

For  Paratha
2 cup wheat flour
1 tbsp oil
1 tsp cumin seeds
Salt to taste

Method:

Add all ingredients of stuffing in a bowl and mix it well.

Add wheat flour, oil, cumin seeds, salt and enough water in a bowl and make soft dough and give rest for 15 minutes.
Make a thick roti from the dough and place the paneer stuffing in between and cover with dough from all side, dust with flour and roll out in thick paratha. Cook on hot tawa with butter/ghee. Serve hot with tomato ketchup or curd.

Read More »

Sunday, 25 August 2013

ચટણી – સેવ – દહીંપુરી



સામગ્રી :-  પાણીપુરીની પુરી અથવા રવાની જાડી પુરી ૧૦૦ ગ્રામ બાફેલા ચણા (મીઠું નાખીને બાફી લેવા) ૨૦૦ ગ્રામ બાફેલા બટાકા ૧    ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ ૧/૨ કપ કાકડી બારીક સમારેલી...
સામગ્રી :- 
પાણીપુરીની પુરી અથવા રવાની જાડી પુરી
૧૦૦ ગ્રામ બાફેલા ચણા (મીઠું નાખીને બાફી લેવા)
૨૦૦ ગ્રામ બાફેલા બટાકા
૧    ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ
૧/૨ કપ કાકડી બારીક સમારેલી
૧/૨ કપ ડુંગળી બારીક સમારેલી
૧/૨ કપ દાડમના દાણા
૧/૨ કપ લસણ અને લાલ મરચાની  ચટણી
૧/૨ કપ કોથમીર ફુદિનાની લીલી ચટણી
૧   કપ ખજૂર આમલીની ચટણી
૧   કપ ગળ્યુ દહીં
૧/૨ કપ ઝીણી સેવ
૧/૨ કપ બુંદી
૧/૨ ટેબલસ્પૂન જીરૂ પાવડર
૧/૨ ટેબલસ્પૂન સંચળ
મીઠું સ્વાદ અનુસાર
રીત :- 
બાફેલા બટાકા અને ચણાને એક બાઉલમાં લઈ મસળી નાખો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લીલા મરચાની પેસ્ટ નાખીને ભેળવી લો
હવે પુરીને વચ્ચેથી તોડીને તેમાં આ મિશ્રણ ભરીને એક ડિશમાં ગોઠવી લો. પછી બધી જ પુરીમાં સમારેલી કાકડી, ડુંગળી અને સંચળ જીરુ પાવડર છાંટો .
જો માત્ર સેવ પુરી બનાવવી હોય તો ઉપરથી લાલ ચટણી, લીલી ચટણી, સેવ અને બુંદી નાખીને પીરસાય
એ જ રીતે દહીંપુરી માટે લાલ ચટણી, દાડમના દાણા અને ગળ્યું દહીં નાખીને બનાવી શકાય.
અને ચટણીપુરીમાં સેવ, બુંદી અને ખજૂર આમલીની ખાટીમીઠી ચટણી નાંખો.
(જો કે એકદમ ચટાકેદાર બનાવવું હોય તો આ બધીજ ચટણીઓ અને દહીં થોડા થોડા નાખી જુઓ…
Read More »

પૌષ્ટિક ચીક્કી





સામગ્રી : સીંગદાણા 200 ગ્રામ, કાજુ 50 ગ્રામ, બદામ 50 ગ્રામ, ઈલાયચી ચારથી પાંચ, કિશમિશ 10 ગ્રામ, ગોળ કે ખાંડ 200 ગ્રામ, ચોખ્ખુ ઘી 50 ગ્રામ. 

બનાવવાની રીત : સીંગદાણા શેકીને તેના છાલટા કાઢી મિક્સરમાં વાટી લો. કાજુ બદામને અધકરચરા વાટી લો. હવે એક કઢાઈમાં ઘી નાખીને તેમા ગોળ નાખો ગોળ ફૂલે એટલે સીંગદાણા સહિત બધી સામગ્રી નાખીને હલાવો. એક થાળીમાં ઘી લગાવી આ મિશ્રણ પાથરી દો. 

જો તમે ખાંડમાં બનાવવા માંગતા હોય તો ખાંડની એક તારી ચાસણી બનાવીને ઉપરોક્ત બધી સામગ્રી તેમા મિક્સ કરો. તમે આ મિશ્રણમાંથી લાડુ પણ બનાવી શકો છો. 
Read More »