Pages

Highlight Of Last Week

Search This Website

Showing posts with label પનીર ભજીયા. Show all posts
Showing posts with label પનીર ભજીયા. Show all posts

Monday, 19 August 2013

પનીર ભજીયા

સામગ્રી:


પનીર, 200ગ્રામ, 1 ઈંચના ટુકડામાં સમારેલુ
જીરુ પાવડર, 1ટીસ્પૂન
આદુ-લસણની પેસ્ટ, 2 ટીસ્પૂન
ચણાનો લોટ, 1 કપ
કુકિંગ સોડા, 1 ચપટી
તેલ, તળવા માટે
પાણી
મીઠું, 1-1/4 ટીસ્પૂન

રીત:

- પનીરના ટુકડાને જીરુ પાવડર, મીઠું અને આદુ લસણની પેસ્ટમાં 20 મિનીટ સુધી મેરિનેટ થવા દો.

- ચણાનો લોટ, કુકિંગ સોડા અને મીઠું મિક્સ કરીને પાણીની મદદથી ઘટ્ટ ખીરુ બનાવો.

- એક પેનમાં તેલ ગરમ કરો.

- પનીરના ટુકડાને ખીરામાં ડુબાડીને તેલમાં તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળો.

- ક્રિસ્પી પનીર પકોડા તૈયાર છે.
Read More »