Pages

Search This Website

Showing posts with label ફરાળી. Show all posts
Showing posts with label ફરાળી. Show all posts

Monday, 22 July 2013

સાબુદાણાની ખિચડી

સામગ્રી :-
૧   કપ સાબુદાણા
૫૦૦  ગ્રામ બટાકા
૩   ટેબલ સ્પુન  સીંગદાણાનો ભૂકો
૫ – ૬ નંગ લીલા મરચા (ઝીણા સમારેલા)
૫ – ૬ પાન મીઠો લીમડો
૨   ટેબલસ્પુન ખાંડ
૧   નંગ લીંબુ
૧   ચમચી આખુ જીરુ
૨   ટેબલ સ્પુન તેલ વઘાર માટે
૧   ચમચો સમારેલી કોથમીર
૧   ચમચો કોપરાનું છીણ (Optional)
૧   ચપટી હીંગ  (Optional)
મીઠું  સ્વાદ અનુસાર 
 રીત :-
સાબુદાણાને સાફ કરી ધોઈને એક વાસણમાં સાબુદાણા ડૂબે તેટલું પાણી અને ચપટી મીઠું નાખી ત્રણ ચાર કલાક પલળવા દો. પાળેલા સાબુદાણા એકબીજાથી છૂટા રહેવા જોઈએ. હવે બટાકાને છાલ કાઢીને ઝીણા સમારી લો.
એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરુ નાખો, જીરુ તતડે એટલે લીલા મરચાના ટૂકડા, મીઠો લીમડો તથા હીંગ નાખી બટાકા વઘારી લો. તેને ઢાંકી થોડીવાર ચડવા દો. અધકચરા ચડી જાય એટલે તેમાં સાબુદાણા ઉમેરી સારી રીતે હલાવીને મિક્સ કરો અને ઢાંકી દો. પાંચેક મિનિટ બાદ તેમાં સીંગદાણાનો ભૂકો, મીઠું, ખાંડ, લીંબુનો રસ નાખી હલાવીને ગેસ બંધ કરી ઉપરથી કોથમીર, લીલા નાળિયેરનું છીણ ભભરાવો અને ગરમાગરમ પીરસો….
(ઉપવાસ માટે બનાવતા હો તો હીંગનો ઉપયોગ ટાળી શકાય)
Read More »

બફવડા

સામગ્રી :-
૧૦૦  ગ્રામ સાબુદાણા
૫૦૦ ગ્રામ બટાકા
૧/૨  લીલુ નાળિયેર ખમણેલું
૧/૨  વાટકી શેકેલા સીંગદાણાનો ભૂકો અધકચરો
૧/૪ વાટકી શેકેલા તલ અધકચરા વાટેલા
૪-૫  નંગ લીલા મરચા સમારેલા
૧      ચમચી આમચુર પાવડર
૪     ચમચા  શિંગોડાનો લોટ
ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ
રીત:-
સાબુદાણાને ૨ થી ૩ કલાક પાણીમાં પલાળી રાખો. દાણા દાણા છૂટા થઈ જાય અને ટ્રાંસપરન્ટ જેવા દેખાવા લાગે ત્યારે સમજવું કે સાબુદાણા સારી રીતે પલળી ગયા છે.હવે તેમાં બાફેલા બટાકાનો માવો, ખમણેલું નાળિયેર, સીંગદાણાનો ભૂકો, તલનો ભૂકો, આદુની પેસ્ટ, લીલા મરચા સમારેલા, આમચુર પાવડર, મીઠું, ખાંડ અને ૧ ચમચો શિંગોડાનો લોટ ભેળવો અને સારી રીતે મિક્સ કરી લો.
આ મિશ્રણના નાના ગોળા વાળીને બાકી વધેલા શિંગોડાના લોટમાં રગદોળીને ગરમ તેલમાં તળી લો.
આ ફરાળી બફવડાને ખાટી, ગળી ચટણી સાથે ખાવાની મજા જ ઓર છે….
અહીં લીંબુના રસને બદલે આમચુર પાવડર વાપરવાથી બફવડાનું મિશ્રણ ગોળા વાળતી વખતે ઢીલુ નહીં પડે. જેથી તળતી વખતે વધુ તેલ નહીં પીવે અને વડા તેલમાં છૂટા પડી જવાની બીક પણ નહીં રહે.
Read More »