Pages

Search This Website

Showing posts with label snacks. Show all posts
Showing posts with label snacks. Show all posts

Monday, 24 July 2017

ધનિયા પૌઆ /બટાકા પૌઆ


સામગ્રી

-બે કપ પૌઆ
-પા ટીસ્પૂન હળદર
-મીઠું સ્વાદ અનુસાર 

પેસ્ટ માટે

-પા કપ નાળિયેરની છીણ
-બે નંગ લીલા મરચાં
-પોણો કપ કોથમીર સમારેલી
-દોઢ ટીસ્પૂન લીંબુનો રસ
-અડધી ટીસ્પૂન રસમ પાઉડર
-એક ટીસ્પૂન ખાંડ 

વઘાર માટે

-અડધી ટીસ્પૂન રાઈ
-એક ટીસ્પૂન અડદની દાળ
-અડધા ઈંચનો તજનો ટુકડો
-એક ડાળખી મીઠો લીમડો
-એક ચપટી હિંગ
-દોઢ ટીસ્પૂન તેલ 

રીત

સૌપ્રથમ પૌઆને સાફ કરીને ધોઈને નિતરવા મૂકી દો. હવે પેસ્ટ માટે નાળિયેર, કોથમીર, લીલા મરચાં, લીંબુનો રસ, ખાંડ, રસમ પાઉડર અને મીઠુંને મિક્સર જારમાં લઈને બરાબર મિક્સ કરી લો. તેમાં જરૂર લાગે તો ત્રણથી ચાર ચમચી પાણી ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને પૌઆમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં અડદની દાળ અને તજનો ટુકડો ઉમેરીને સાંતળો. દાળ લાલ રંગની થાય એટલે તેમાં મીઠો લીમડો, હિંગ અને હળદર ઉમેરીને થોડીક સેકેન્ડ માટે સાંતળો. ત્યારબાદ તેમાં પૌઆ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. થોડીક મિનિટ માટે સાંતળ્યા બાદ ગેસ બંધ કરી દો. ગરમા-ગરમ પૌઆને સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો.
Read More »

Monday, 13 March 2017

ફ્રાઇડ રાઇસ


સામગ્રી
1.       500 ગ્રામ ચોખા
2.       તેલ પ્રમાણસર
3.       ચપટી સાજીનાં ફૂલ
4.       100 ગ્રામ ફણસી
5.       2 ઝીણી સમારેલી સૂકી ડુંગળી
6.       1૦૦ ગ્રામ ગાજર
7.       3 લીલી ડુંગળી
8.       ચપટી આજીનોમોટો
9.       1 નંગ કેપ્સીકમ(ગાજર અને કેપ્સીકમ લાંબાં કાપવાં. લીલી ડુંગળી અને ફણસી ઝીણી કાપવી.)
10.   3 ટેબલ સ્પૂન સોયાસોસ
11.   1/2 ટી સ્પૂન મરીયાં ભૂકો
12.   1 ટી સ્પૂન વિનેગર
13.   મીઠું પ્રમાણસર
રીત
1.       ચોખા ધોઇને 2 કલાક પાણીમાં રહેવા દેવા. બીજુ પાણી ગરમ મૂકી ઊકળે એટલે ચોખા નખવા. થોડુંક તેલ અને મીઠું નાખવાં. સહેજ કાચાહોય ત્યારે ચાળણીમાં કાઢી નાખવાં.
2.       પાણીમાં મીઠું, સાજીનાં ફૂલ નાખી ફણસી બાફ્વી. એક વાસણમાં થોડુંક  તેલ લઇ આકરા તાપે ગરમ કરવું. તેમાં સૂકી ડુંગળી નાખી લાલ થાય ત્યાં સુધી સાંતળવી. તેમાં ગાજર નાખવાં. પછી લીલી ડુંગળી, મીઠું, આજીનોમોટો, કિપ્સીકમ, ફણસી નાખવાં.
3.       ચડી જાય એટલે સોયાસોસ, મરીનો ભૂકો, વિનેગર નાખવાં.
4.       ચોખા અને બનાવેલા મસાલાનું મિશ્રણ કરવું. લીલી ડુંગળી ઝીણી સમારી, ઉપર નાખી પીરસવું.
Read More »

Thursday, 15 August 2013

પૌંઆનો ચેવડો

સામગ્રી :-
સામગ્રી :- ૨૫૦  ગ્રામ પૌંઆ ૫૦    ગ્રામ દાળિયા ૫૦    ગ્રામ સીંગદાણા ૧        ટે. સ્પૂન કાજુ ૧        ટે. સ્પૂન કિસમિસ ૧        ટી સ્પૂન વરિયાળી ૧        ટી સ્પૂન તલ તળવા માટે તેલ...
૨૫૦  ગ્રામ પૌંઆ
૫૦    ગ્રામ દાળિયા
૫૦    ગ્રામ સીંગદાણા
૧        ટે. સ્પૂન કાજુ
૧        ટે. સ્પૂન કિસમિસ
૧        ટી સ્પૂન વરિયાળી
૧        ટી સ્પૂન તલ
તળવા માટે તેલ
હિંગ ચપટી (નાખવી હોય તો)
૧/૨   ટી સ્પૂન હળદર
૧૦ ૧૨ મીઠા લીમડાના પાન
૧        ટી સ્પૂન મરચું
૨        ટે. સ્પૂન ખાંડ
૧/૪ ટી સ્પૂન લીંબુના ફૂલ વાટીને
૧/૪ ટી સ્પૂન સંચળ
મીઠું સ્વાદ પ્રમાણે
રીત :-
એક કડાઈમાં તેલ મૂકી તેમાં દાળિયા, સીંગદાણા, કાજુ, કિસમિસ તળીને એક બાજુએ રાખો. હવે તે જ તેલમાં પૌંઆ તળી લો. તળાઈ જાય એટલે તેમાં દાળિયા, સીંગદાણા, કાજુ, કિસમિસ ભેળવી દો.
ત્યારબાદ વઘાર માટે બે ટી સ્પૂન તેલ મૂકી તેમાં હિંગ, લીમડાના પાન, વરિયાળી, તલ, હળદર, લાલ મરચું નાખીને વઘાર તૈયાર કરી તળેલા પૌંઆ પર રેડીને ઝડપથી સારી રીતે મિક્સ કરી દો. ઉપરથી વાટેલી ખાંડ, મીઠું, સંચળ અને વાટેલા લીંબુના ફૂલ આ બધું એક બાઉલમાં ભેળવીને પૌંઆમાં મિક્સ કરી લો. અને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.
નાસ્તામાં આ પૌંઆ મીઠાઈ કે ચા-કોફી સાથે ખાવાની મજા આવશે…
Read More »

પાલક મગદાળના પરાઠા

સામગ્રી :-
સામગ્રી :- ૧  કપ મગની બાફેલી દાળ ૧/૨ કપ ઝીણી સમારેલી પાલક ૨ કપ ઘઉંનો લોટ લસણ મરચાની પેસ્ટ હળદર, મીઠું, લાલ મરચા પાઉડર સ્વાદ પ્રમાણે મોણમાં નાખવા તેલ રીત...
૧  કપ મગની બાફેલી દાળ
૧/૨ કપ ઝીણી સમારેલી પાલક
૨ કપ ઘઉંનો લોટ
લસણ મરચાની પેસ્ટ
હળદર, મીઠું, લાલ મરચા પાઉડર સ્વાદ પ્રમાણે
મોણમાં નાખવા તેલ
રીત  :-
ઘઉંના  લોટમાં મગની બાફેલી દાળનો લચકો, સમારેલી પાલક, લસણ મરચાની પેસ્ટ, મોણ માટે તેલ  અને બીજો મસાલો ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં પાણી નાખતા જઈને સહેજ ઢીલો લોટ બાંધી લો.  બંધાયેલા લોટને થોડી વાર માટે ઢાંકીને મૂકી દો.
હવે તેના લુઆ વાળીને જરાક જાડા એવા પરાઠા વણીને લોઢીમાં થોડું  તેલ મૂકીને ધીમા તાપે શેકી લો.
આ તૈયાર પરાઠાને લીલી ચટણી કે દહીં સાથે પીરસો….
મગની દાળ અને પાલક બન્ને પોષણમૂલ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. સવારના બ્રેકફાસ્ટમાં કે સાંજના હળવા જમણમાં આ પરાઠા ખાવાની મજા આવશે…
Read More »

સાતપડી પૂરી

સામગ્રી  :- 
સામગ્રી  :-  ૧   કપ ઘઉંનો લોટ ૧  કપ મેંદો ૧ ચમચી શેકેલું જીરુ અને અજમો ૧ ચમચો તેલ મોણ માટે ૧  ચમચી અધકચરા ખાંડેલા મરી મીઠું  સ્વાદ પ્રમાણે તળવા માટે...
૧   કપ ઘઉંનો લોટ
૧  કપ મેંદો
૧ ચમચી શેકેલું જીરુ અને અજમો
૧ ચમચો તેલ મોણ માટે
૧  ચમચી અધકચરા ખાંડેલા મરી
મીઠું  સ્વાદ પ્રમાણે
તળવા માટે તેલ
૧  ચમચો oસાટો  (ચોખાનો લોટ અને ઘી ભેળવીને બનાવેલું મિશ્રણ )
રીત  :- 
સૌ પ્રથમ લોટ અને મેંદાને સાથે ચાળી લો. તેમાં મીઠું, મરી, શેકેલું જીરુ અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે મોણ માટે તેલ ઉમેરી અને પાણી વડે લોટ બાંધી લો. રોટલીના લોટથી સહેજ કડક લોટ બાંધો.
બાંધેલા લોટમાંથી મોટા મોટા રોટલા વણી લો. હવે ચોખાનો લોટ અને ઘી ભેળવીને બનાવેલો સાટો આખા રોટલા પર લગાવી રોટલાનો રોલ વાળી દો.  આ રોલને નાના ટુકડામાં કાપીને દબાવીને નાની નાની પૂરી વણી લો. અને ગરમ તેલમાં તળી લો પેપર નેપ્કિન પર કાઢીને થોડીવાર રહેવા દો અને પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.
Read More »

Monday, 22 July 2013

સુંવાળી


દિવાળી આવે એટલે જાતજાતના નાસ્તા તો બને જ અને એમાં પણ મઠિયા અને સુંવાળી તો જાણે દિવાળીના ટ્રેડમાર્ક…. આવો તો આજે એ પરંપરાગત સુંવાળીની રીત યાદ કરી લઈએ.
સામગ્રી :-
૫૦૦ ગ્રામ મેંદો
૨૦૦ ગ્રામ ખાંડ
૧ કપ પાણી
૧૦૦ ગ્રામ ઘી
૩ ચમચી તલ
તળવા માટે તેલ
રીત :-
એક પહોળા વાસણમાં મેંદો લઈ તેમાં ઘીનું મોણ ઉમેરી ભેળવી લો. ૧ કપ પાણીમાં ખાંડ નાખીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. તલને ૧૦ મિનિટ પાણીમાં પલાળીને નિતારી લો. સહેજ કોરા કરીને પછી અધકચરા ખાંડી લો. જેથી ગરમ તેલમાં તલ ફૂટીને દઝાડે નહીં.
હવે તલને લોટમાં ભેળવી અને ખાંડનું પાણી નાખીને કડક લોટ બાંધી લો. એકસરખા લુઆ બનાવીને પાતળી પાતળી પૂરીઓ વણી લો. સહેજ વાર સુકાવા દઈને પછી ગરમ તેલમાં તળી લો.
Read More »

Friday, 21 June 2013

સેવ ખમણી

સામગ્રી
૧  કપ  ચણાની દાળ
ચપટી સોડા બાયકાર્બ (ખાવાનો સોડા)
૨ ટેબલ સ્પૂન તેલ
૨ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
૨ નંગ લીંબુ
૩ થી ૪ નંગ ઝીણા સમારેલા લીલા મરચા
૨ ટેબલ સ્પૂન ખાંડ
૨૦૦ ગ્રામ ઝીણી સેવ
૧/૨ કપ દાડમના દાણા
૧/૨   કપ લીલા નાળિયેરનું છીણ. (સ્વાદ ભાવતો હોય તો)
હીંગ, લીમડો, મીઠું સ્વાદ પ્રમાણે
રીત
ચણાની દાળને ૪ થી ૫ કલાક પલાળી રાખો. સારી રીતે પલળી જાય પછી તેને મિક્સરમાં વાટી લો. થોડું પાણી ઉમેરી તેને પાતળું કરો. હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ, સોડા અને મીઠું ઉમેરી ઢોકળાની જેમ વરાળથી બાફી લો. ઢોકળા જેવું બફાઈ ત્યારબાદ મોટા કાણા વાળી ખમણીથી તેને છીણી લો. એક વાસણમાં વઘાર માટે તેલ મૂકી તેમાં લીલા મરચાંના ટૂકડા, હીંગ, મીઠો લીમડો નાખીને તેમાં પાણી વઘારો. પછી તેમાં લીંબુનો રસ, ખાંડ અને મીઠું ઉમેરી સહેજ ઉકળવા દો. ત્યારબાદ બાફીને છીણેલું મિશ્રણ તેમાં ઉમેરી હલાવો. બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો.
હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી તેની ઉપર ઝીણીસેવ, કોથમીર, કોપરાનું છીણ, દાડમના દાણા વગેરેથી સજાવીને ગરમ ગરમ પીરસો.
Read More »

ઈદડા



સામગ્રી :-
૩      કપ ચોખા
૧      કપ અડદ દાળ
૧      ટી સ્પૂન મરી પાવડર
૧ ચમચો તેલ
મીઠું સ્વાદ અનુસાર
રીત :-
ચોખા, દાળ તથા મેથી દાણાને અલગ અલગ પાણીમાં ૭ થી ૮ કલાક પલાળી રાખો. ત્યારબાદ દાળ – ચોખાને અલગ અલગ થોડું કરકરું ક્રશ કરો. બધું મિક્સ કરી મીઠું નાખી ખીરાને ૭ થી ૮ કલાક આથો લાવવા રાખી મૂકો.
આથો આવી જાય પછી બનાવતી વખતે ખીરામા પાણી ઉમેરી થોડું પાતળું કરો. અને એકાદ ચમચો તેલ ઉમેરો જેનાથી ઇદડા પોચા બનશે ત્યારબાદ ખીરાને થાળીમાં પાથરીને ઉપરથી મરી પાવડર છાંટી લો. હવે તેને ચડવા મૂકી દો અને તૈયાર થાય એટલે મોટા ટૂકડા પાડી ગરમ ગરમ પીરસો.
સ્વાદ માટે તેની ઉપર અહીં લાલ મરચાની ગળી ચટણી લગાવી છે…. સુરતમાં ઈદડાને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેની ઉપર માખણ, ચીઝ અને સેવ નાખીને ખવાય છે… જો કે લીલા મરચાં અને રાઈથી વઘારીને ઉપર કોથમીર છાંટીને પણ ટ્રાય કરી જોજો…
સ્વાદ ઉપરાંત તેનું પોષણમૂલ્ય પણ એટલું જ મહત્વનું છે, સવારના કે સાંજના નાસ્તા માટે ઈદડા એ સૌથી સહેલી અને પૌષ્ટિક વાનગી કહી શકાય
Read More »

કચોરી



સામગ્રી :-
૫૦૦ ગ્રામ લીલી તુવેરના દાણા
૧/૨   નાળિયેર લીલું અથવા સૂકું
૮ – ૧૦ લીલા મરચા
૧    ઇંચ આદુનો ટુકડો
૫ – ૬ લવિંગ
૨  ટુકડા તજ
૮ – ૧૦ મરી
ચપટી હીંગ
૧     ચમચી આખા ધાણા (અધકચરા ખાંડી લો)
૧    ચમચી વરિયાળી
૧     ચમચી તલ
૧     મોટા લીંબુનો રસ
૩     ટેબલસ્પૂન ખાંડ
૨     ટેબલસ્પૂન તેલ (મસાલા માટે)
મીઠું સ્વાદ પ્રમાણે 
પૂરી માટે :-
૩૦૦  ગ્રામ મેંદો
૪      ટેબલસ્પૂન તેલ
મીઠું
રીત :-
સૌ પ્રથમ તુવેરના દાણાને મિક્સર કે ચીલી કટરમાં ક્રશ કરી લો. ત્યારબાદ જાડા તળિયાવાળા પહોળા વાસણમાં અથવા ફ્રાઈંગપેનમાં તેલ મૂકી તેમાં હીંગનો વઘાર કરીને તજ, લવિંગ, ધાણા, વરિયાળી, તલ એક પછી એક ઉમેરો. બધું સહેજ સાંતળો અને તે પછી તેમાં કોપરુ અને આદુ મરચાની પેસ્ટ નાખી ફરી એકાદ  મિનિટ સુધી સાંતળો. હવે ક્રશ કરેલા તુવેરના દાણા નાખી બધો જ મસાલો મિક્સ કરી લો. સારી રીતે બધું ભળી જાય એટલે તેમાં ખાંડ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. હવે ૮ થી ૧૦ મિનિટ આ મિશ્રણને સતત હલાવતા રહો. પાણી બળી જાય અને મસાલો સહેજ કોરો પડવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લો. થોડું ઠંડું પડવા દો.  ઠંડું થાય પછી એના ગોળા બનાવી લો.
એક ઊંડા વાસણમાં મેંદો લઈ તેમાં જરૂર પ્રમાણે પાણી, મીઠું અને તેલ નાખી રોટલીના લોટથી સહેજ ઢીલો લોટ બાંધી લો. અને થોડીવાર તેને ઢાંકીને રાખો. પછી તેમાંથી જાડી પૂરીઓ વણી અને તુવેરના મિશ્રણના બનાવેલા ગોળાને મૂકીને કચોરી વાળી લો. ગરમ તેલમાં મૂકીને ધીમે તાપે તળી લો.
ટોમેટો કેચપ સાથે ગરમા ગરમ પીરસો.  જમવામાં કે નાસ્તામાં આ વાનગીને પેટભરીને ખાઈ શકાય છે.
બાળકો માટે થોડો સ્વાદ અને દેખાવ જુદો કરવા કચોરીને વચ્ચેથી બે ભાગમાં કાપી તેની ઉપર આમલીની ચટણી, દાડમના દાણા, ચાટ મસાલો અને આલુ સેવ ભભરાવીને આપી જુઓ.
Read More »

રતલામી સેવ




સામગ્રી :-
૫૦૦ ગ્રામ બેસન
૧૦૦ ગ્રામ તેલ મોણ માટે
૧/૨ ચમચી પાપડખાર
૧ ચમચી મીઠું
૧/૪ ચમચી હિંગ
૧ ચમચી સફેદ અથવા કાળા મરી પાવડર
૧ ચમચી લાલ મરચું
૧/૨ ચમચી અજમો
૧ લીંબુનો રસ
તળવા માટે તેલ
રીત :-
એક પહોળા વાસણમાં બેસન લઈ તેમાં મરી, મરચું, હીંગ, અજમો નાખી મિક્સ કરો. એક બાઉલમાં મીઠું, પાપડખાર, તેલ, અડધો કપ પાણી ભેગું કરી ફીણવું તે પાણીથી લોટ બાંધવો. રોટલીના લોટ જેવું રાખવું. જરૂર પડે વધારે પાણી લેવું.
સેવના સંચામાં ભરી ગરમ તેલમાં સેવ પાડવી.
Read More »

Tuesday, 18 June 2013

આલૂ સેવ

સામગ્રી :- 

૫૦૦  ગ્રામ બટાકા
બેસન
૧/૨ ટી સ્પૂન સફેદ મરી પાવડર
મીઠું સ્વાદ અનુસાર
ચાટ મસાલો
તળવા માટે તેલ
રીત :-
સૌપ્રથમ બટાકાને બાફી લો. છાલ કાઢીને તેને ખમણી વડે છીણી નાખો જેથી તેના માવામાં કોઈ પણ ગાંઠ ના રહે.  હવે તેમાં બેસન ઉમેરતા જાવ અને મસળતા રહો,  ઢીલો લોટ બંધાય તેટલો બેસન ભેળવો  અને પછી તેમાં મીઠું અને તીખાશ માટે સફેદ મરી પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.  ( મરી પાવડરને મેંદાની ચાળણીથી ચાળીને ઉપયોગમાં લેવો જેથી સેવ પાડતી વખતે સંચાના કાણામાં મરીની કણીઓ ફસાય નહીં.)
હવે એક કડાઈમાં તેલને ગરમ કરવા મૂકો, તેલ એકદમ ગરમ થાય ત્યાર પછી જ તેમાં સેવ પાડો. અને તળતી વખતે ગેસને ધીમો ના કરવો. તેલ સહેજ પણ ઠંડુ ન પડે તેનું ધ્યાન રાખવું. તળાઈ જાય એટલે બહાર કાઢી ગરમ હોય ત્યાં સુધીમાં તેના પર ચાટ મસાલો છાંટી લો.
સરસ મજાનો ટેસ્ટી  નાસ્તો તૈયાર થશે. થો…ડોક વધુ તેલ વાળો પણ બહારના પેકેટવાળા નાસ્તા કરતા તો સો દરજ્જે સારો…
Read More »