Pages

Highlight Of Last Week

Search This Website

Monday, 19 August 2013

મશરૂમ પુલાવ




સામગ્રી:

મશરૂમ, 50 ગ્રામ

ચોખા, 100 ગ્રામ

પાણી, ચોખા કરતા બેગણું

ડુંગળી, 50 ગ્રામ

જીરૂ, 1/4 ટીસ્પૂન

ઈલાયચી, 1

લવિંગ, 1

તજ, 1 નાનો ટુકડો

મીઠું, 1 ટીસ્પૂન

તેલ, 2 ટેબલસ્પૂન

તમાલ પત્ર, 1

રીત:

* ચોખાને ધોઈને અડધા કલાક માટે પાણીમાં પલાળીને રાખો.

* મશરૂમને સ્લાઈસમાં કાપી લો.

* એક જાડા તળિયાવાળા પેનમાં તેલ ગરમ કરો. તેમા બધા મસાલા અને ડુંગળી નાંખો અને તેનો રંગ બદલાય ત્યા સુધી તેને સાંતળો. તેમાં મશરૂમની સ્લાઈસ ઉમેરો અને થોડી મિનીટો સુધી ફરી સાંતળો.

* ચોખાને નિતારી લો અને તેને ડુંગળી સાથે ભેળવીને 2થી3 મિનીટ સુધી પકાવો.

* તેમાં માપ કરેલુ પાણી ઉમેરો અને મીઠું ઉમેરીને બાફો.

* પેનને ઢાંકી દો અને પાણી સૂકાઈ જાય ત્યા સુધી ચઢવા દો.

* ગરમ ગરમ સર્વ કરો. 
Read More »

સરસૌ દા સાગ

સામગ્રી:


500 ગ્રામ રાયના પાંદડા
200 ગ્રામ પાલક
200 ગ્રામ બથુઆ
3 કળી લસણ
1 ઈંચ આદુનો ટુકડો
2 લીલા મરચાં
મીઠું સ્વાદ અનુસાર
1 ટેબલસ્પૂન મકાઈનો લોટ
1 ચપટી ખાંડ
2 ટેબલસ્પૂન ઘી
1 ચપટી હીંગ
1 ડુંગળી
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
1 ટીસ્પૂન હળદર

રીત:

- સરસૌ, પાલક અને બથુઆને ધોઈને સમારી લો.
- આદુ, લસણ અને મરચાંને પણ ઝીણા સમારી લો.
- પ્રેશર કુકરમાં પાલક, સરસૌ, બથુઆ, આદુ, લસણ અને લીલા મરચાંને બાફી લો.
- બાફ્યા પછી આ મિશ્રણને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવી લો.
- એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં હીંગ અને ડુંગળી ઉમેરો.
- લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો અને પછી મીઠું અને હળદર ઉમેરો. બરાબર મિક્સ કરો.
- હવે ગ્રાઈન્ડ કરેલ મિશ્રણ ઉમેરો અને ઉકળવા દો. થોડી મિનીટ સુધી પાકવા દો.
- તેમાં મકાઈનો લોટ, લાલ મરચાંનો પાવડર અને ખાંડ ઉમેરીને હલાવો.
- મકાઈની રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.
Read More »

Sunday, 18 August 2013

વેજિટેબલ સૂપ

સામગ્રી :-
૧ નંગ ગાજર
૧ નંગ બટાકુ
૨ નંગ ટમેટા
૧ નંગ ડુંગળી
૧/૨ કપ લીલા વટાણા
૧/૨ નંગ બીટ
૧/૨ કપ ફણસી ઝીણી સમારીને બાફી લેવી
૧ કપ ફ્લાવર
૫ – ૬ કળી લસણ
૧ નંગ લીલુ મરચુ સમારેલુ ૧ નંગ કેપ્સિકમ
મરી, મીઠું સ્વાદ પ્રમાણે
રીત :-
ઉપર જણાવેલા બધાજ શાકભાજીને હૂંફાળા પાણીથી ધોઈને મોટા મોટા ટૂકડામાં સમારી લો
. અને ત્યાર બાદ તેને પ્રેશરકૂકરમાં બાફી લો. (જો નાના ટૂકડા સૂપમાં આવે
 તેમ કરવું હોય તો બધા જ શાકભાજીને ઝીણા સમારીને બાફવા મૂકો.
 અને તેને ક્રશ ન કરતા એમ ને એમ જ રાખો.) સારી રીતે બફાઈ જાય એટલે
 તેને બ્લેન્ડરથી સારી રીતે ક્રશ કરી લો. તેમાં બાફતી વખતે નાંખેલુ પાણી ફેં
કી ન દેતા તેને સાથે જ ક્રશ કરવામાં વાપરી લો. ક્રશ થયેલા મિશ્રણને ચાળણીથી વડે ગાળી લો.
 અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને થોડી વાર માટે ઉકાળો
. થોડું ઘટ્ટ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારીને મરી પાવડર
 અને ફુદિનાનો પાવડર છાંટીને ગરમ ગરમ પીરસો…
આ સૂપ સાવ તેલ કે ઘીના ઉપયોગ વિના બનાવી શકાય છે.
 સાથે સાથે તેને વઘારીને પણ બનાવી શકાય.
વઘારીને બનાવવા માટે :-
શાકભાજીને બાફવા મૂકો ત્યારે તેમાં ડુંગળી ન ઉમેરવી.
 બફાઈ અને ક્રશ થયેલા મિશ્રણને વઘારવા માટે ૧ ટેબલસ્પૂન તેલ
, ઘી કે માખણને ગરમ કરવા મૂકો. અને તેમાં ચપટી હિંગ,
 ૨ લવિંગ અને છીણેલી એક ડુંગળીને સાંતળી લો.
 હવે તેમાં ક્રશ કરેલા મિશ્રણનો વઘાર કરો.
 સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ઉકાળો
. ઉપર ફ્રેશ મલાઈ અને ફુદીનાના પાનથી સજાવીને ગરમ ગરમ પીરસો…
Read More »

ટમેટો સૂપ

સામગ્રી :-
૫૦૦ ગ્રામ ટમેટા
૧ ડૂંગળી
૧ લીલું મરચું
૧ નાનુ બટાકુ (જો થોડો કણીદાર કરવો હોય તો)
૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
૧ ચમચો માખણ
મીઠૂં અને ખાંડ સ્વાદ પ્રમાણે
રીત :-
સૌથી પહેલા તો ટમેટાને ધોઈને બે કે ચાર ટૂકડા કરીને પ્રેશર કૂકરમાં બાફી લો.
 એની સાથે જ ડૂંગળીના પણ ટૂકડા કરી બાફી લો. અને જો સૂપને થોડો કણીદાર કરવો હોય
 તો બાફવામાં સાથે એક નાનું બટાકુ પણ નાખી દો. આ બધું જ બફાઈ જાય પછી
 તેને અલગ રાખી લો હવે એક વાસણમાં માખણ ગરમ કરી તેમાં લીલું મરચું,
 આદુ મરચાની પૅસ્ટ સાંતળો અને બાફેલા ટમેટાને તેમાં નાખી દો થોડીવાર હલાવી ને
 પછી ગેસ પરથી ઉતારી તેમાં હેન્ડ મિક્સી ફેરવીને બરાબર ક્રશ કરી લો.
 ત્યારબાદ આ મિશ્રણને ગાળી લો. તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ અને મીઠું ઉમેરો અને ગેસ 
પર મુકીને ઉકાળો (હલાવતા રહો). જરુર પ્રમાણે ઘાટો થવા દો . 
ઉપરથી જરુર પ્રમાણે છીણેલું ચીઝ, ફુદિનો વગેરે નાખીને સર્વ કરો
Read More »

હાકા નૂડલ્સ

સામગ્રી :-
૪૦૦ ગ્રામ નૂડલ્સ (૧ પેકેટ)
૧/૨ કપ  લીલી ડૂંગળી પાન સાથે લાંબી પાતળી સમારીને
૧/૨ કપ કોબી લાંબી પાતળી સમારીને
૧/૨ કપ કૅપ્સિકમ લાંબા પાતળા સમારેલા
૧/૪ કપ ફણસી ત્રાંસી સમારીને
૧/૨ કપ ગાજર લાંબા પાતળા સમારેલા
૩ થી ૪ લીલા મરચા પાતળા સમારીને
૧ ટી સ્પૂન આદુની લાંબી છીણ
૬ થી ૭ કળી લસણ
૧/૨ ટેબલ સ્પૂન સોયા સૉસ
૧ ટી સ્પૂન ચીલી સૉસ
૧/૨ ટી સ્પૂન વિનેગર (સરકો)
૧/૨ ટી સ્પૂન અજીનોમોટો
૨ ટેબલ સ્પૂન તેલ
મીઠું સ્વાદ અનુસાર
રીત :-
 નૂડલ્સને પાણીમાં બાફી લો, બફાઈ જાય એટલે તેમાંથી પાણી કાઢીને તેના પર ફરતું થોડું ઠંડુ પાણી રેડીને  નૂડલ્સને બાજુ પર મૂકી દો. હવે એક ફ્રાઈંગ પૅનને હાઈ ફ્લેમ (ફુલ ગેસ) પર મૂકીને તેમાં તેલ મૂકી તેમાં ડૂંગળી નાખીને હલાવો હવે વારાફરતી તેમાં બારેક સમારેલું લસણ, લીલા મરચાં અને આદુ નાખીને હલાવતા રહો.  ત્યારબાદ તેમાં એક પછી એક કોબી, કૅપ્સિકમ અને અધકચરી બફાયેલી ફણસી તેમજ ગાજર દર પંદર સેકન્ડના અંતરે ઉમેરો અને અધકચરું ચડી જાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમાં અજીનોમોટો, સોયા સૉસ, ચીલી સૉસ અને વિનેગર નાખીને સારી રીતે મિક્સ કરો.  
શાકભાજી અધકચરા ચડી જાય એટલે તેમાં બાફેલા નૂડલ્સ નાખીને બરાબર મિક્સ કરી લો. છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
ગરમ ગરમ પીરસો…
નોંધ :-
૧.  નૂડલ્સને બાફતી વખતે પાણીમાં થોડું તેલ ઉમેરી દેવાથી નૂડલ્સ એકબીજા સાથે ચોંટી જતી અટકશે.
૨. અજીનોમોટોનો ઉપયોગ કર્યો હોવાથી મીઠું નાખતી વખતે વધારે ખારું ન થઈ જાય તેનું ધ્યાન રાખવું.
૩. એ જ રીતે ચીલી સૉસનો ઉપયોગ કર્યો હોવાથી મરચાં પણ ધ્યાનથી નાખવા.
Read More »

Saturday, 17 August 2013

રવા ઢોકળા

સામગ્રી :-
૧ કપ રવો
૧/૨ કપ ખાટું દહીં
૩/૪ (પોણો કપ) કપ પાણી
૧ ટે. સ્પૂન તેલ મોણ માટે
૧/૪ ટી સ્પૂન હળદર
મીઠું સ્વાદ પ્રમાણે
૧ ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
૩/૪ ટી સ્પૂન ફ્રુટ સૉલ્ટ (ઇનો)
વઘાર માટે :- 
૧ ટેબલ સ્પૂન તેલ
૧/૨ ટી સ્પૂન રાઈ
૧/૨ ટી સ્પૂન તલ
૨ – ૩ લીલા મરચા ઝીણા સમારેલા
૧ ચપટી હીંગ
૫ – ૭ પાન મીઠો લીમડો (ઓપ્શનલ)
રીત :-
રવામાં તેલથી બરાબર મોઈ લો હવે તેમાં દહીં, પાણી, હળદર, મીઠું, આદુ મરચાની પેસ્ટ નાખીને
 ૨૦ મિનિટ ઢાંકી રાખો. ઢોકળિયામાં પાણી મૂકીને ૮ થી ૧૦ ઇંચની થાળીમાં તેલ લગાવી તેમાં ગરમ કરવા મૂકો.
તૈયાર કરેલા મિશ્રણમાં ફ્રુટ સૉલ્ટ ઉમેરી હલાવીને થાળીમાં રેડી લો. ૧૫ થી ૨૦ મિનિટ મિડિયમ ગેસ પર ચડવા દો.
 ચડી જાય એટલે કાપા પાડી લો. હવે  વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે
 તલ, મરચા, લીમડો, હિંગ નાખો અને ઢોકળા પર આ તૈયાર થયેલો વઘાર રેડી લો.
ગરમા ગરમ સર્વ કરો.
Read More »

Friday, 16 August 2013

મસાલા મગ

સામગ્રી :-
સામગ્રી :- ૨૫૦ ગ્રામ મોટા મગ ૨ ચમચી દળેલી ખાંડ ૧ ચમચી લાલ મરચું ૧ ચમચી ચાટ મસાલો ૧/૨ ચમચી હળદર પાવડર ૧/૨ ચમચી આમચુર પાવડર ૧/૨ ચમચી સંચળ મીઠું...
૨૫૦ ગ્રામ મોટા મગ
૨ ચમચી દળેલી ખાંડ
૧ ચમચી લાલ મરચું
૧ ચમચી ચાટ મસાલો
૧/૨ ચમચી હળદર પાવડર
૧/૨ ચમચી આમચુર પાવડર
૧/૨ ચમચી સંચળ
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ
રીત :-
મગને સાત થી આઠ કલાક પાણીમાં પલાળી રાખો. એક ચાળણીમાં કાઢીને પાણી નિતારી લો. હવે એક કપડા પર મગને પાથરીને કોરા થવા દો. લગભગ એક કલાક સુધી સુકવીને પછી મગને થોડા થોડા કરીને એકદમ ગરમ તેલમાં તળો. થોડાક કરકરા થાય ત્યાં સુધી તળવા.
હવે તેલમાંથી કાઢીને એક પહોળા વાસણમાં નાખી તેમાં ઉપર જણાવ્યા પ્રમાણેનો બધો જ મસાલો વારાફરતી નાખતા જાવ અને સારી રીતે મિક્સ થાય તે રીતે હલાવતા જાવ.
મસાલો ભળી જાય અને મગ સાવ ઠંડા થાય ત્યાર પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.
Read More »