Pages

Highlight Of Last Week

Search This Website

Friday, 21 June 2013

કોર્ન પૈન પાવભાજી and બ્રેડ મિની પિઝા

કોર્ન પૈન પાવભાજી


સામગ્રી - 200 ગ્રામ કોર્ન(મકાઈ) 200 ગ્રામ પનીર, 2 મોટા બાફેલા બટાકા, 2 ડુંગળી, 7-8 લસણની કળી, 4 ટેબલ સ્પૂન પાવભાજી મસાલા, 2 ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર, 8 ટેબલ સ્પૂન બટર, 2 લીંબૂનો રસ, લીલા ધાણા, મીઠુ જરૂર મુજબ. બ્રેડ માટે - 16 બ્રેડ પીસ, 2 ટેબલ સ્પૂન પાવભાજી મસાલો, 4 ટેબલ સ્પૂન બટર, મીઠુ જરૂર મુજબ. બનાવવાની રીત - તવા પર બટર ગરમ કરી લો. ગરમ થતા તેમા લસણ અને ડુંગળીને સોનેરી થતા સુધી સેકો. પછી મકાઈ અને બટાકાને મિક્સ કરીને થોડીવાર હલાવો. હવે બાકી બધી સામગ્રીઓને પણ મિક્સ કરી થોડી વાર સેકો. ઉપરથી લીલા ધાણા અને પનીરના ટુકડા નાખો.



બ્રેડ મિની પિઝા


સામગ્રી - બ્રેડ 6 સ્લાઈસ, ચણા અંકુરિત 1 ટેબલ સ્પૂન, બ્રેડ ક્રમ્સ, 1 ટેબલ સ્પૂન, ચાટ મસાલો 1/2 ટી સ્પૂન, રવો 1 ટેબલ સ્પૂન, મકાઈનો લોટ 1 ટેબલ સ્પૂન, મોટી સરસો, મીઠો લીમડો, લીલા ધાણા, ચટણી, સોસ સજાવટ માટે. મીઠુ સ્વાદ મુજબ. શાકભાજીઓ - ગાજર, લીલી ડુંગળીના પાન, ચીઝ 1 ક્યુબ, કોબીજ, શિમલા મરચાં 2 ક્યુબ, પનીર 50 ગ્રામ (છીણેલુ). બનાવવાની રીત - બ્રેડની કિનારો કાપીને દહીંમાં પલાળી દો. પછી તેમા રવો, મકાઈનો લોટ અને મીઠુ નાખીને 15 મિનિટ છોડી દો. ત્યારબાદ બધી શાકભાજીઓ ઝીણી સમારીને મિક્સ કરો. મસાલા નાખી દો. પછી તેમા બ્રેડ ક્રમ્સ અને સોડા નાખીને મિક્સ કરો. એક મોલ્ડમાં ચિકાશ લગાવીને મિશ્રણ નાખો. ઉપરથી અંકુરિત ચણા,પનીર અને નારિયળનુ છીણ ભભરાવી દો. ચીઝ ગ્રેટ કરીને નાખો. પહેલાથી જ ગરમ ઓવનમાં 150 સે. પર 25-30 મિનિટ બેક કરો. બ્રાઉન સેકાવા દો. બ્રાઉન થતા સુધી વઘાર તૈયાર કરો અને પિઝા પર નાખો. સોસ, લીલી ચટણી અને ચટણી લગાવીને ગરમા ગરમ બ્રેડ પિઝા સર્વ કરો.
Read More »

સેવ ખમણી

સામગ્રી
૧  કપ  ચણાની દાળ
ચપટી સોડા બાયકાર્બ (ખાવાનો સોડા)
૨ ટેબલ સ્પૂન તેલ
૨ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
૨ નંગ લીંબુ
૩ થી ૪ નંગ ઝીણા સમારેલા લીલા મરચા
૨ ટેબલ સ્પૂન ખાંડ
૨૦૦ ગ્રામ ઝીણી સેવ
૧/૨ કપ દાડમના દાણા
૧/૨   કપ લીલા નાળિયેરનું છીણ. (સ્વાદ ભાવતો હોય તો)
હીંગ, લીમડો, મીઠું સ્વાદ પ્રમાણે
રીત
ચણાની દાળને ૪ થી ૫ કલાક પલાળી રાખો. સારી રીતે પલળી જાય પછી તેને મિક્સરમાં વાટી લો. થોડું પાણી ઉમેરી તેને પાતળું કરો. હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ, સોડા અને મીઠું ઉમેરી ઢોકળાની જેમ વરાળથી બાફી લો. ઢોકળા જેવું બફાઈ ત્યારબાદ મોટા કાણા વાળી ખમણીથી તેને છીણી લો. એક વાસણમાં વઘાર માટે તેલ મૂકી તેમાં લીલા મરચાંના ટૂકડા, હીંગ, મીઠો લીમડો નાખીને તેમાં પાણી વઘારો. પછી તેમાં લીંબુનો રસ, ખાંડ અને મીઠું ઉમેરી સહેજ ઉકળવા દો. ત્યારબાદ બાફીને છીણેલું મિશ્રણ તેમાં ઉમેરી હલાવો. બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો.
હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી તેની ઉપર ઝીણીસેવ, કોથમીર, કોપરાનું છીણ, દાડમના દાણા વગેરેથી સજાવીને ગરમ ગરમ પીરસો.
Read More »

વેજ મંચુરિયન

 સામગ્રી:-  ૨ કપ     છીણેલું ગાજર ૨ કપ     છીણેલી કોબી ૧ કપ     છીણેલું ફ્લાવર ૧/૪ કપ  ક્રશ કરેલા વટાણા ૫ – ૬    કળી લસણ ૧ નંગ     બારીક સમારેલી લીલી ડુંગળી બારીક...


 સામગ્રી:- 
૨ કપ     છીણેલું ગાજર
૨ કપ     છીણેલી કોબી
૧ કપ     છીણેલું ફ્લાવર
૧/૪ કપ  ક્રશ કરેલા વટાણા
૫ – ૬    કળી લસણ
૧ નંગ     બારીક સમારેલી લીલી ડુંગળી
બારીક સમારેલા લીલા મરચા
૧  ચમચી ચીલી સૉસ
૧ ચમચો  સોયા સૉસ
૧ ચમચો મેંદો
૩ ચમચા  કોર્ન ફ્લૉર
૧/૨ ચમચી મરી પાવડર
૧/૨ ચમચી આદુની પૅસ્ટ
૧/૪ ચમચી અજિનોમોટો
મીઠું સ્વાદ પ્રમાણે
તળવા માટે તેલ 
રીત  :- 
   છીણેલું ગાજર, છીણેલી કોબી, છીણેલું ફ્લાવર , ક્રશ કરેલા વટાણા બધું જ ભેગુ કરી તેને દબાવી ને પાણી કાઢી નાખો.

   હવે તેમાં કોર્ન ફ્લૉર, મેંદો, લીલી ડુંગળી, બારીક સમારેલા લીલા મરચા, મીઠું અને એક ચપટી જેટલો અજિનોમોટો નાખી તેને હલાવીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાથી નાના નાના ગોળા વાળી લો.

   એક ફ્રાઈંગ પૅનમાં તેલ ગરમ કરીને બધાં ગોળાને ગોલ્ડન બ્રાઊન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.
   હવે એક અલગ ફ્રાઈંગ પૅનમાં ૨ ચમચા તેલ મુકી બારીક સમારેલું લસણ, લીલી ડુંગળી, આદુની પૅસ્ટ અને લાંબા સમારેલા લીલા મરચા સાંતળી લો.
   ત્યારબાદ તેમાં પાણી, ૧/૨ ચમચી કોર્ન ફ્લૉર્ , મીઠું, અજિનોમોટો, મરી, સોયા સૉસ, ચીલી સૉસ ઉમેરો અને ઉકળવા દો. થોડું ઘટ્ટ થવા દો. હવે ઘટ્ટ થયેલી આ ગ્રેવીમાં તળેલા ગોળા ધીમે ધીમે ઉમેરતા જાઓ.
   ફ્રાઈંગ પૅનને ઢાંકીને ૩ – ૪ મિનિટ સુધી ચડવા દો.
  
   ગરમ ગરમ પીરસો…
Read More »

ફાડા લાપસી

સામગ્રી:- ૧ કપ ઘઉંના ફાડા ૧ ચમચો ઘી ૩/૪ કપ ખાંડ / ગોળ ૫ કપ પાણી ઈલાયચી પાવડર જાયફળ પાવડર કાજુ દ્રાક્ષ રીત :- ગેસ પર એક પહોળુ વાસણ મુકી...
સામગ્રી:-
૧ કપ ઘઉંના ફાડા
૧ ચમચો ઘી
૩/૪ કપ ખાંડ / ગોળ
૫ કપ પાણી
ઈલાયચી પાવડર
જાયફળ પાવડર
કાજુ
દ્રાક્ષ
રીત :-
ગેસ પર એક પહોળુ વાસણ મુકી તેમાં  ૧ કપ ઘઉં ના ફાડા નાખી શેકો, થોડા શેકાય જાય પછી ૧ ચમચો ઘી ઉમેરી ફરીથી શેકી લો. (સહેજ ફુલેલા લાગવા માંડે ત્યાં સુધી શેકવા)
સાથે સાથે બીજા વાસણમાં ૫ કપ પાણી ગરમ કરવા મૂકો.
ફાડા શેકાય જાય એટલે તેમાં ગરમ પાણી અને ખાંડ અથવા ગોળ ઉમેરી બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવો.
સારી રીતે હલાવ્યા બાદ એક વાસણમાં કાઢી લઈ તેને કુકરમાં મૂકીને ૩ થી ૪ સીટી થવા દો.
હવે એક વાસણમાં થોડું ઘી લઈ તેમાં કાજુના ટુકડા અને દ્રાક્ષ સાંતળીને કાઢી લો, કૂકરમાંથી બફાઈ ગયેલા ફાડાને હવે તે જ વાસણમાં સાંતળી લો. જાયફળ પાવડર અને ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો…
અને હવે લાપસીને સર્વીંગ બાઊલમાં કાઢીને ઉપરથી સાંતળેલા કાજૂ અને દ્રાક્ષથી સજાવો.
તૈયાર છે આપણી પરંપરાગત અને પૌષ્ટિક “સ્વીટ ડીશ”
Read More »

ચકરી

સામગ્રી :-

૫૦૦  ગ્રામ ઘઉંનો લોટ
૧ ચમચો મલાઈ
૧ ચમચો આખુ જીરુ, તલ અને અજમા
૧ ટી સ્પૂન લાલ મરચું
મીઠું સ્વાદ પ્રમાણે
તળવા માટે તેલ 
રીત :-
ઘઉંના લોટને એક પાતળા કપડામાં બાંધી કૂકરમાં વરાળથી બાફવા મૂકો.  આ રીતે બાફવા માટે કૂકરમાં પાણી મૂકીને તેમાં ઊંચું સ્ટેન્ડ કે કાંઠો મુકી તેના પર કાણાવાળી ડિશ અથવા જાળી મૂકીને તેના પર લોટ બાંધેલી પોટલી મૂકીને ૧૦ મિનિટ સુધી બાફી લો. ત્યારબાદ કપડામાંથી લોટ કાઢીને તેને ઝીણી ચાળણીથી ચાળી લો. પછી લોટમાં મલાઈ, ૧/૨  ચમચો તેલ, લાલ મરચું, જીરુ, અજમા, તલ, મીઠું અને પાણી નાખી રોટલીના લોટથી થોડો કઠણ એવો લોટ બાંધી લો.  હવે સંચામા ભરીને તેની ચકરી પાડી અને ગરમ તેલમાં તળી લો.
ગુજરાતી નાસ્તામાં ચકરીને મુખ્ય ગણાય છે અને નાના – મોટા સહુને ભાવે છે . આમ તો ચકરી ઘણી અલગ અલગ રીતે બને છે, વિવિધ દાળની ચકરી, ચોખા અને અડદની ચકરી,  માત્ર ચોખાના લોટની ચકરી વગેરે…  પરંતુ આ સૌથી સહેલી રીતે અને ઝડપથી બને છે.
Read More »

સ્વાદિષ્ટ ચટપટી પાપડી ચાટ

સ્વાદિષ્ટ ચટપટી પાપડી ચાટ




સામગ્રી : 10 બનાવી રાખેલી પૂરી કે પાપડી, અડધો કપ બાફેલા ચણા,
 એક કે બે બાફીને કાપેલા બટાકા, એક નાની ચમચી મીઠું, એક નાની
 ચમચી લાલ મરચાનો પાવડર, બે ચમચી કોથમીરની લીલી ચટણી,
 આંબલી કે ખજૂરની ચટણી, એક કપ ફેંટેલું દહીં, સેવ, ગાર્નિશિંગ માટે
 કાપેલી કોથમીર. બનાવવાની રીત : એક મોટી પ્લેટમાં પાપડી કે પૂરીને
 વ્યવસ્થિત ગોઠવી દો. તેના પર ઉકાળેલા બટાકા અને કાળા ચણા ગોઠવો.
 ધ્યાન રાખવું કે બટાકાને વધારે દબાવી ન દેવા, તેને ટૂકડાંમાં કાપીને જ વાપરવા
. ઉપરથી લાલ મરચું, મીઠું, લીલી ચટણી અને આંબલી કે ખજૂરની ચટણી નાંખો. 
પછી તેની ઉપર દહીં નાંખો અને છેલ્લે ઉપરથી સેવ ભભરાવો. 
તમે ઇચ્છો તો આ ચાટને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ઝીણી સમારેલી ડુંગળી
 અને બીટ પણ નાંખી શકો છો. છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરો.
 તૈયાર છે તમારી પાપડી ચાટ
Read More »

નાસ્તો ચટપટો - બ્રેડ ચાટ


નાસ્તો ચટપટો - બ્રેડ ચાટ


સામગ્રી - 7-8 બ્રેડ સ્લાઇસ, 1 કાપેલી કાકડી, 2 કાપેલા ગાજર,
 1 કાપેલી ડુંગળી, 1 કાપેલું ટામેટું,
સ્વાદાનુસાર મીઠું, અડધી ચમચી મરીનો પાવડર,
 અડધી ચમચી લીંબુનોરસ, સેવ, કાપેલી કોથમીર.
 બનાવવાની રીત - બ્રેડને નાના-નાના ટૂકડામાં તોડી દો.
 બ્રેડ સહિત કાકડી, ગાજર, ટામેટા, મીઠું, મરીનો પાવડર,
 લીબુનો રસને એકસાથે બાઉલમાં મિક્સ કરો અને એક પ્લેટમાં કાઢો.
સર્વ કરતા પહેલા તેની ઉપર સેવ, લીલી કોથમીર અને ડુંગળી નાંખી ગાર્નિશ કરો.
તમારી ઇન્સ્ટન્ટ બ્રેડ ચાટ તૈયાર છે. 
સાંજના સમયે નાસ્તામાં તમે આ ડિશનો સ્વાદ માણી શકો
Read More »