Pages

Search This Website

Sunday, 18 August 2013

હાકા નૂડલ્સ

સામગ્રી :-
૪૦૦ ગ્રામ નૂડલ્સ (૧ પેકેટ)
૧/૨ કપ  લીલી ડૂંગળી પાન સાથે લાંબી પાતળી સમારીને
૧/૨ કપ કોબી લાંબી પાતળી સમારીને
૧/૨ કપ કૅપ્સિકમ લાંબા પાતળા સમારેલા
૧/૪ કપ ફણસી ત્રાંસી સમારીને
૧/૨ કપ ગાજર લાંબા પાતળા સમારેલા
૩ થી ૪ લીલા મરચા પાતળા સમારીને
૧ ટી સ્પૂન આદુની લાંબી છીણ
૬ થી ૭ કળી લસણ
૧/૨ ટેબલ સ્પૂન સોયા સૉસ
૧ ટી સ્પૂન ચીલી સૉસ
૧/૨ ટી સ્પૂન વિનેગર (સરકો)
૧/૨ ટી સ્પૂન અજીનોમોટો
૨ ટેબલ સ્પૂન તેલ
મીઠું સ્વાદ અનુસાર
રીત :-
 નૂડલ્સને પાણીમાં બાફી લો, બફાઈ જાય એટલે તેમાંથી પાણી કાઢીને તેના પર ફરતું થોડું ઠંડુ પાણી રેડીને  નૂડલ્સને બાજુ પર મૂકી દો. હવે એક ફ્રાઈંગ પૅનને હાઈ ફ્લેમ (ફુલ ગેસ) પર મૂકીને તેમાં તેલ મૂકી તેમાં ડૂંગળી નાખીને હલાવો હવે વારાફરતી તેમાં બારેક સમારેલું લસણ, લીલા મરચાં અને આદુ નાખીને હલાવતા રહો.  ત્યારબાદ તેમાં એક પછી એક કોબી, કૅપ્સિકમ અને અધકચરી બફાયેલી ફણસી તેમજ ગાજર દર પંદર સેકન્ડના અંતરે ઉમેરો અને અધકચરું ચડી જાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમાં અજીનોમોટો, સોયા સૉસ, ચીલી સૉસ અને વિનેગર નાખીને સારી રીતે મિક્સ કરો.  
શાકભાજી અધકચરા ચડી જાય એટલે તેમાં બાફેલા નૂડલ્સ નાખીને બરાબર મિક્સ કરી લો. છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
ગરમ ગરમ પીરસો…
નોંધ :-
૧.  નૂડલ્સને બાફતી વખતે પાણીમાં થોડું તેલ ઉમેરી દેવાથી નૂડલ્સ એકબીજા સાથે ચોંટી જતી અટકશે.
૨. અજીનોમોટોનો ઉપયોગ કર્યો હોવાથી મીઠું નાખતી વખતે વધારે ખારું ન થઈ જાય તેનું ધ્યાન રાખવું.
૩. એ જ રીતે ચીલી સૉસનો ઉપયોગ કર્યો હોવાથી મરચાં પણ ધ્યાનથી નાખવા.
Read More »

Saturday, 17 August 2013

રવા ઢોકળા

સામગ્રી :-
૧ કપ રવો
૧/૨ કપ ખાટું દહીં
૩/૪ (પોણો કપ) કપ પાણી
૧ ટે. સ્પૂન તેલ મોણ માટે
૧/૪ ટી સ્પૂન હળદર
મીઠું સ્વાદ પ્રમાણે
૧ ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
૩/૪ ટી સ્પૂન ફ્રુટ સૉલ્ટ (ઇનો)
વઘાર માટે :- 
૧ ટેબલ સ્પૂન તેલ
૧/૨ ટી સ્પૂન રાઈ
૧/૨ ટી સ્પૂન તલ
૨ – ૩ લીલા મરચા ઝીણા સમારેલા
૧ ચપટી હીંગ
૫ – ૭ પાન મીઠો લીમડો (ઓપ્શનલ)
રીત :-
રવામાં તેલથી બરાબર મોઈ લો હવે તેમાં દહીં, પાણી, હળદર, મીઠું, આદુ મરચાની પેસ્ટ નાખીને
 ૨૦ મિનિટ ઢાંકી રાખો. ઢોકળિયામાં પાણી મૂકીને ૮ થી ૧૦ ઇંચની થાળીમાં તેલ લગાવી તેમાં ગરમ કરવા મૂકો.
તૈયાર કરેલા મિશ્રણમાં ફ્રુટ સૉલ્ટ ઉમેરી હલાવીને થાળીમાં રેડી લો. ૧૫ થી ૨૦ મિનિટ મિડિયમ ગેસ પર ચડવા દો.
 ચડી જાય એટલે કાપા પાડી લો. હવે  વઘાર માટે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે
 તલ, મરચા, લીમડો, હિંગ નાખો અને ઢોકળા પર આ તૈયાર થયેલો વઘાર રેડી લો.
ગરમા ગરમ સર્વ કરો.
Read More »

Friday, 16 August 2013

મસાલા મગ

સામગ્રી :-
સામગ્રી :- ૨૫૦ ગ્રામ મોટા મગ ૨ ચમચી દળેલી ખાંડ ૧ ચમચી લાલ મરચું ૧ ચમચી ચાટ મસાલો ૧/૨ ચમચી હળદર પાવડર ૧/૨ ચમચી આમચુર પાવડર ૧/૨ ચમચી સંચળ મીઠું...
૨૫૦ ગ્રામ મોટા મગ
૨ ચમચી દળેલી ખાંડ
૧ ચમચી લાલ મરચું
૧ ચમચી ચાટ મસાલો
૧/૨ ચમચી હળદર પાવડર
૧/૨ ચમચી આમચુર પાવડર
૧/૨ ચમચી સંચળ
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ
રીત :-
મગને સાત થી આઠ કલાક પાણીમાં પલાળી રાખો. એક ચાળણીમાં કાઢીને પાણી નિતારી લો. હવે એક કપડા પર મગને પાથરીને કોરા થવા દો. લગભગ એક કલાક સુધી સુકવીને પછી મગને થોડા થોડા કરીને એકદમ ગરમ તેલમાં તળો. થોડાક કરકરા થાય ત્યાં સુધી તળવા.
હવે તેલમાંથી કાઢીને એક પહોળા વાસણમાં નાખી તેમાં ઉપર જણાવ્યા પ્રમાણેનો બધો જ મસાલો વારાફરતી નાખતા જાવ અને સારી રીતે મિક્સ થાય તે રીતે હલાવતા જાવ.
મસાલો ભળી જાય અને મગ સાવ ઠંડા થાય ત્યાર પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.
Read More »

Thursday, 15 August 2013

પૌંઆનો ચેવડો

સામગ્રી :-
સામગ્રી :- ૨૫૦  ગ્રામ પૌંઆ ૫૦    ગ્રામ દાળિયા ૫૦    ગ્રામ સીંગદાણા ૧        ટે. સ્પૂન કાજુ ૧        ટે. સ્પૂન કિસમિસ ૧        ટી સ્પૂન વરિયાળી ૧        ટી સ્પૂન તલ તળવા માટે તેલ...
૨૫૦  ગ્રામ પૌંઆ
૫૦    ગ્રામ દાળિયા
૫૦    ગ્રામ સીંગદાણા
૧        ટે. સ્પૂન કાજુ
૧        ટે. સ્પૂન કિસમિસ
૧        ટી સ્પૂન વરિયાળી
૧        ટી સ્પૂન તલ
તળવા માટે તેલ
હિંગ ચપટી (નાખવી હોય તો)
૧/૨   ટી સ્પૂન હળદર
૧૦ ૧૨ મીઠા લીમડાના પાન
૧        ટી સ્પૂન મરચું
૨        ટે. સ્પૂન ખાંડ
૧/૪ ટી સ્પૂન લીંબુના ફૂલ વાટીને
૧/૪ ટી સ્પૂન સંચળ
મીઠું સ્વાદ પ્રમાણે
રીત :-
એક કડાઈમાં તેલ મૂકી તેમાં દાળિયા, સીંગદાણા, કાજુ, કિસમિસ તળીને એક બાજુએ રાખો. હવે તે જ તેલમાં પૌંઆ તળી લો. તળાઈ જાય એટલે તેમાં દાળિયા, સીંગદાણા, કાજુ, કિસમિસ ભેળવી દો.
ત્યારબાદ વઘાર માટે બે ટી સ્પૂન તેલ મૂકી તેમાં હિંગ, લીમડાના પાન, વરિયાળી, તલ, હળદર, લાલ મરચું નાખીને વઘાર તૈયાર કરી તળેલા પૌંઆ પર રેડીને ઝડપથી સારી રીતે મિક્સ કરી દો. ઉપરથી વાટેલી ખાંડ, મીઠું, સંચળ અને વાટેલા લીંબુના ફૂલ આ બધું એક બાઉલમાં ભેળવીને પૌંઆમાં મિક્સ કરી લો. અને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.
નાસ્તામાં આ પૌંઆ મીઠાઈ કે ચા-કોફી સાથે ખાવાની મજા આવશે…
Read More »

પાલક મગદાળના પરાઠા

સામગ્રી :-
સામગ્રી :- ૧  કપ મગની બાફેલી દાળ ૧/૨ કપ ઝીણી સમારેલી પાલક ૨ કપ ઘઉંનો લોટ લસણ મરચાની પેસ્ટ હળદર, મીઠું, લાલ મરચા પાઉડર સ્વાદ પ્રમાણે મોણમાં નાખવા તેલ રીત...
૧  કપ મગની બાફેલી દાળ
૧/૨ કપ ઝીણી સમારેલી પાલક
૨ કપ ઘઉંનો લોટ
લસણ મરચાની પેસ્ટ
હળદર, મીઠું, લાલ મરચા પાઉડર સ્વાદ પ્રમાણે
મોણમાં નાખવા તેલ
રીત  :-
ઘઉંના  લોટમાં મગની બાફેલી દાળનો લચકો, સમારેલી પાલક, લસણ મરચાની પેસ્ટ, મોણ માટે તેલ  અને બીજો મસાલો ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં પાણી નાખતા જઈને સહેજ ઢીલો લોટ બાંધી લો.  બંધાયેલા લોટને થોડી વાર માટે ઢાંકીને મૂકી દો.
હવે તેના લુઆ વાળીને જરાક જાડા એવા પરાઠા વણીને લોઢીમાં થોડું  તેલ મૂકીને ધીમા તાપે શેકી લો.
આ તૈયાર પરાઠાને લીલી ચટણી કે દહીં સાથે પીરસો….
મગની દાળ અને પાલક બન્ને પોષણમૂલ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. સવારના બ્રેકફાસ્ટમાં કે સાંજના હળવા જમણમાં આ પરાઠા ખાવાની મજા આવશે…
Read More »

સાતપડી પૂરી

સામગ્રી  :- 
સામગ્રી  :-  ૧   કપ ઘઉંનો લોટ ૧  કપ મેંદો ૧ ચમચી શેકેલું જીરુ અને અજમો ૧ ચમચો તેલ મોણ માટે ૧  ચમચી અધકચરા ખાંડેલા મરી મીઠું  સ્વાદ પ્રમાણે તળવા માટે...
૧   કપ ઘઉંનો લોટ
૧  કપ મેંદો
૧ ચમચી શેકેલું જીરુ અને અજમો
૧ ચમચો તેલ મોણ માટે
૧  ચમચી અધકચરા ખાંડેલા મરી
મીઠું  સ્વાદ પ્રમાણે
તળવા માટે તેલ
૧  ચમચો oસાટો  (ચોખાનો લોટ અને ઘી ભેળવીને બનાવેલું મિશ્રણ )
રીત  :- 
સૌ પ્રથમ લોટ અને મેંદાને સાથે ચાળી લો. તેમાં મીઠું, મરી, શેકેલું જીરુ અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે મોણ માટે તેલ ઉમેરી અને પાણી વડે લોટ બાંધી લો. રોટલીના લોટથી સહેજ કડક લોટ બાંધો.
બાંધેલા લોટમાંથી મોટા મોટા રોટલા વણી લો. હવે ચોખાનો લોટ અને ઘી ભેળવીને બનાવેલો સાટો આખા રોટલા પર લગાવી રોટલાનો રોલ વાળી દો.  આ રોલને નાના ટુકડામાં કાપીને દબાવીને નાની નાની પૂરી વણી લો. અને ગરમ તેલમાં તળી લો પેપર નેપ્કિન પર કાઢીને થોડીવાર રહેવા દો અને પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.
Read More »

પનીર વેજ મસાલા

સામગ્રી :-
સામગ્રી :- ૨૫૦ ગ્રામ પનીર નાના ટુકડામાં કાપેલું ૩    નંગ ડુંગળી ૪  નંગ ટમેટા ૩    નંગ કેપ્સિકમ ચોરસ ટુકડામાં કાપેલા ૧    ટેબલ સ્પૂન ગાજરના ટુકડા ૧/૨ ઇંચ આદુ ૭ થી...
૨૫૦ ગ્રામ પનીર નાના ટુકડામાં કાપેલું
૩    નંગ ડુંગળી
૪  નંગ ટમેટા
૩    નંગ કેપ્સિકમ ચોરસ ટુકડામાં કાપેલા
૧    ટેબલ સ્પૂન ગાજરના ટુકડા
૧/૨ ઇંચ આદુ
૭ થી ૮ કળી લસણ
૧     ટેબલ સ્પૂન કાજુના ટુકડા
૨    ટી સ્પૂન મેથી દાણા
૧    ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર
૧    કપ દૂધ
૧    ટી સ્પૂન લાલ મરચું
૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
૧/૨ ટી સ્પૂન ખાંડ
૧ – ૨ લીલા મરચા લાંબી ચીરી કરેલા
૨     નંગ ડુંગળી ગોળ કાપેલી
૨     ટેબલ સ્પૂન માખણ
૫    ટેબલ સ્પૂનતેલ
મીઠું સ્વાદ પ્રમાણે
રીત  :-
આદુ, લસણ અને ૩ ડુંગળી સમારી, મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. એક કડાઈમાં તેલ મૂકીને તેમાં આ પેસ્ટને સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં લાલ મરચું ઉમેરો. હવે તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરતા જઈને સતત હલાવતા રહો. હવે તેમાં કાજુના ટુકડા, ૪ ટમેટાની પ્યુરે ઉમેરો (ટમેટાને ગરમ પાણીમાં ૨ થી ૩ મિનિટ રાખીને તેમાંથી છાલ અને બીજ કાઢી નાખી મિક્સરમાં ક્રશ કરી લો આ રીતે પ્યુરે તૈયાર થશે.) અને થોડીવાર સુધી ઉકળવા દો.
હવે તેમાં શેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલો, મીઠું, ખાંડ અને થોડું પાણી ઉમેરી ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી ચડવા દો. ગ્રેવી થોડી ઘટ્ટ થાય પછી તેમાં મેથી દાણા નાખી એક બાજુ રાખી દો.
એક બીજા વાસણમાં માખણ મૂકી તેમાં લીલા મરચાં, કેપ્સિકમ, ગાજરના ટુકડા, ડુંગળીને સાંતળી લો. અને પનીરના ટુકડાને તળી લો (તળ્યા વિના ઉપયોગમાં લેવા હોય તો આ ટુકડાને થોડીવાર ઉકળતા પાણીમાં નાખીને કાઢી લો.) હવે આ બધું જ મસાલા ગ્રેવીમાં ભેળવીને થોડીવાર ઢાંકીને ચડવા દો… તૈયાર થયેલ ગરમગરમ પનીર વેજ મસાલા ફુલ્કા રોટલી, પરાઠા કે ભાત સાથે પીરસો.
પીરસતા પહેલા તેની ઉપર થોડું ફ્રેશ ક્રીમ પણ રેડી શકાય.
શિયાળામાં પનીર વેજ મસાલા બનાવતી નખતે ૧/૨ કપ બાફેલી લીલી ફણસી અને ૧/૪ કપ બાફેલા વટાણા પણ ઉમેરી શકાય. પણ તે સાથે સ્વાદ જાળવી રાખવા માટે મસાલામાં પણ થોડો વધારો કરવો પડે તે સ્વાદ મુજબ કરવો.
Read More »