Pages

Highlight Of Last Week

Search This Website

Sunday, 18 August 2013

હાકા નૂડલ્સ

સામગ્રી :-
૪૦૦ ગ્રામ નૂડલ્સ (૧ પેકેટ)
૧/૨ કપ  લીલી ડૂંગળી પાન સાથે લાંબી પાતળી સમારીને
૧/૨ કપ કોબી લાંબી પાતળી સમારીને
૧/૨ કપ કૅપ્સિકમ લાંબા પાતળા સમારેલા
૧/૪ કપ ફણસી ત્રાંસી સમારીને
૧/૨ કપ ગાજર લાંબા પાતળા સમારેલા
૩ થી ૪ લીલા મરચા પાતળા સમારીને
૧ ટી સ્પૂન આદુની લાંબી છીણ
૬ થી ૭ કળી લસણ
૧/૨ ટેબલ સ્પૂન સોયા સૉસ
૧ ટી સ્પૂન ચીલી સૉસ
૧/૨ ટી સ્પૂન વિનેગર (સરકો)
૧/૨ ટી સ્પૂન અજીનોમોટો
૨ ટેબલ સ્પૂન તેલ
મીઠું સ્વાદ અનુસાર
રીત :-
 નૂડલ્સને પાણીમાં બાફી લો, બફાઈ જાય એટલે તેમાંથી પાણી કાઢીને તેના પર ફરતું થોડું ઠંડુ પાણી રેડીને  નૂડલ્સને બાજુ પર મૂકી દો. હવે એક ફ્રાઈંગ પૅનને હાઈ ફ્લેમ (ફુલ ગેસ) પર મૂકીને તેમાં તેલ મૂકી તેમાં ડૂંગળી નાખીને હલાવો હવે વારાફરતી તેમાં બારેક સમારેલું લસણ, લીલા મરચાં અને આદુ નાખીને હલાવતા રહો.  ત્યારબાદ તેમાં એક પછી એક કોબી, કૅપ્સિકમ અને અધકચરી બફાયેલી ફણસી તેમજ ગાજર દર પંદર સેકન્ડના અંતરે ઉમેરો અને અધકચરું ચડી જાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમાં અજીનોમોટો, સોયા સૉસ, ચીલી સૉસ અને વિનેગર નાખીને સારી રીતે મિક્સ કરો.  
શાકભાજી અધકચરા ચડી જાય એટલે તેમાં બાફેલા નૂડલ્સ નાખીને બરાબર મિક્સ કરી લો. છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
ગરમ ગરમ પીરસો…
નોંધ :-
૧.  નૂડલ્સને બાફતી વખતે પાણીમાં થોડું તેલ ઉમેરી દેવાથી નૂડલ્સ એકબીજા સાથે ચોંટી જતી અટકશે.
૨. અજીનોમોટોનો ઉપયોગ કર્યો હોવાથી મીઠું નાખતી વખતે વધારે ખારું ન થઈ જાય તેનું ધ્યાન રાખવું.
૩. એ જ રીતે ચીલી સૉસનો ઉપયોગ કર્યો હોવાથી મરચાં પણ ધ્યાનથી નાખવા.

No comments:

Post a Comment