Pages

Highlight Of Last Week

Search This Website

Thursday, 15 August 2013

પનીર વેજ મસાલા

સામગ્રી :-
સામગ્રી :- ૨૫૦ ગ્રામ પનીર નાના ટુકડામાં કાપેલું ૩    નંગ ડુંગળી ૪  નંગ ટમેટા ૩    નંગ કેપ્સિકમ ચોરસ ટુકડામાં કાપેલા ૧    ટેબલ સ્પૂન ગાજરના ટુકડા ૧/૨ ઇંચ આદુ ૭ થી...
૨૫૦ ગ્રામ પનીર નાના ટુકડામાં કાપેલું
૩    નંગ ડુંગળી
૪  નંગ ટમેટા
૩    નંગ કેપ્સિકમ ચોરસ ટુકડામાં કાપેલા
૧    ટેબલ સ્પૂન ગાજરના ટુકડા
૧/૨ ઇંચ આદુ
૭ થી ૮ કળી લસણ
૧     ટેબલ સ્પૂન કાજુના ટુકડા
૨    ટી સ્પૂન મેથી દાણા
૧    ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર
૧    કપ દૂધ
૧    ટી સ્પૂન લાલ મરચું
૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
૧/૨ ટી સ્પૂન ખાંડ
૧ – ૨ લીલા મરચા લાંબી ચીરી કરેલા
૨     નંગ ડુંગળી ગોળ કાપેલી
૨     ટેબલ સ્પૂન માખણ
૫    ટેબલ સ્પૂનતેલ
મીઠું સ્વાદ પ્રમાણે
રીત  :-
આદુ, લસણ અને ૩ ડુંગળી સમારી, મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. એક કડાઈમાં તેલ મૂકીને તેમાં આ પેસ્ટને સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં લાલ મરચું ઉમેરો. હવે તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરતા જઈને સતત હલાવતા રહો. હવે તેમાં કાજુના ટુકડા, ૪ ટમેટાની પ્યુરે ઉમેરો (ટમેટાને ગરમ પાણીમાં ૨ થી ૩ મિનિટ રાખીને તેમાંથી છાલ અને બીજ કાઢી નાખી મિક્સરમાં ક્રશ કરી લો આ રીતે પ્યુરે તૈયાર થશે.) અને થોડીવાર સુધી ઉકળવા દો.
હવે તેમાં શેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલો, મીઠું, ખાંડ અને થોડું પાણી ઉમેરી ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી ચડવા દો. ગ્રેવી થોડી ઘટ્ટ થાય પછી તેમાં મેથી દાણા નાખી એક બાજુ રાખી દો.
એક બીજા વાસણમાં માખણ મૂકી તેમાં લીલા મરચાં, કેપ્સિકમ, ગાજરના ટુકડા, ડુંગળીને સાંતળી લો. અને પનીરના ટુકડાને તળી લો (તળ્યા વિના ઉપયોગમાં લેવા હોય તો આ ટુકડાને થોડીવાર ઉકળતા પાણીમાં નાખીને કાઢી લો.) હવે આ બધું જ મસાલા ગ્રેવીમાં ભેળવીને થોડીવાર ઢાંકીને ચડવા દો… તૈયાર થયેલ ગરમગરમ પનીર વેજ મસાલા ફુલ્કા રોટલી, પરાઠા કે ભાત સાથે પીરસો.
પીરસતા પહેલા તેની ઉપર થોડું ફ્રેશ ક્રીમ પણ રેડી શકાય.
શિયાળામાં પનીર વેજ મસાલા બનાવતી નખતે ૧/૨ કપ બાફેલી લીલી ફણસી અને ૧/૪ કપ બાફેલા વટાણા પણ ઉમેરી શકાય. પણ તે સાથે સ્વાદ જાળવી રાખવા માટે મસાલામાં પણ થોડો વધારો કરવો પડે તે સ્વાદ મુજબ કરવો.

No comments:

Post a Comment